સ્વતંત્રતા દિવસની ઉજવણી- રાહુલ ગાંધીને સૌથી છેલ્લે સીટ આપવામાં આવી:વિવાદ વધતાં સરકારની સ્પષ્ટતા- ઓલિમ્પિક મેડલ વિજેતાઓ માટે આગળની બેઠકો રિઝર્વ હતી
દિલ્હીમાં લાલ કિલ્લા પર દેશના 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન રાહુલ ગાંધીની બેઠક વ્યવસ્થા મામલે વિવાદ થયો છે. ઓલિમ્પિક એથ્લેટ્સ પછી રાહુલને છેલ્લેથી બીજી હરોળમાં સીટ આપવામાં આવી હતી. 2014 પછી આ પહેલો પ્રસંગ હતો જ્યારે રાહુલ વિપક્ષના નેતા તરીકે સમારોહમાં સામેલ થયા હતા. વીડિયો વાયરલ થયા બાદ કહેવામાં આવ્યું હતું કે 233 સાંસદોના પ્રતિનિધિનું અપમાન કરવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકારે આ વિવાદ પર સ્પષ્ટતા કરી છે કે રાહુલને પાછળની સીટ આપવામાં આવી હતી કારણ કે આગળની સીટો ઓલિમ્પિક ખેલાડીઓ માટે રિઝર્વ રાખવામાં આવી હતી. દસ વર્ષમાં પહેલી વાર કેમ
2014માં 543 સભ્યોની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે 44 બેઠકો અને 2019ની ચૂંટણીમાં 52 બેઠકો જીતી હતી. તેથી વિપક્ષના નેતાનું પદ ખાલી હતું. પરંતુ 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે 99 બેઠકો જીતી હતી. આ સાથે કોંગ્રેસને વિપક્ષનું નેતૃત્વ પણ મળી ગયું છે. સોશિયલ મીડિયા પર એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે અટલ બિહારી વાજપેયી સરકાર દરમિયાન સોનિયા ગાંધીને હંમેશા આગળની હરોળમાં બેઠક આપવામાં આવતી હતી. પીએમ મોદીએ 11મી વખત તિરંગો ફરકાવ્યો
PM મોદીએ સ્વતંત્રતા દિવસે 11મી વખત લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો હતો. આમ કરનાર તેઓ ત્રીજા પીએમ બન્યા છે. તેમના પહેલા પંડિત નેહરુએ લાલ કિલ્લા પરથી 17 વખત અને ઈન્દિરા ગાંધીએ 16 વખત ધ્વજ ફરકાવ્યો હતો. લાલ કિલ્લા પર મુખ્ય સમારોહમાં હાજરી આપતા પહેલા પીએમ સવારે રાજઘાટ ગયા અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. 78મા સ્વતંત્રતા દિવસની થીમ વિકસિત ભારત રાખવામાં આવી છે. આ અંતર્ગત આઝાદીના 100મા વર્ષ એટલે કે 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય છે. લાલ કિલ્લા પરથી સંબોધન કરતા મોદીએ કહ્યું- આપણા દેશનાં બાળકોને મેડિકલ અભ્યાસ માટે વિદેશમાં જવું પડે છે. આગામી પાંચ વર્ષમાં 75 હજાર નવી મેડિકલ સીટો વધારવામાં આવશે. કોલકાતા રેપ-મર્ડર પર તેમણે કહ્યું- આવા રાક્ષસોને ફાંસી આપવી જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું- અમે શાસનનું મોડલ બદલી નાખ્યું છે. આજે સરકાર પોતે જ લોકોની જરૂરિયાતો પૂરી કરી રહી છે. દેશમાં 75 વર્ષથી કોમ્યુનલ સિવિલ કોડ છે. હવે દેશને સેક્યુલર સિવિલ કોડની જરૂર છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.