ખેતરના રસ્તા પર દબાણ થતા ઉપલેટાના મજેઠી ગામના ૪૦ જેટલા ખેડૂતોનો ૩૩ ફૂટનો રસ્તો દબાણના કારણે સાત ફૂટ જેટલો થઈ ચૂક્યો હોવાની ફરિયાદ
ખેડૂતોએ આ મામલે એક વર્ષથી અનેક ફરિયાદો કરી છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ યોગ્ય કાર્યવાહી ન કરી હોવાની પણ ફરિયાદ
રસ્તાની સમસ્યાને લઈને ખેડૂતો મોંઘા ભાડા અને મોંઘી મજૂરી ચૂકવ્યા પણ તૈયાર માલ ખેતરમાંથી બહાર નથી લઈ જઈ શકતા
(આશિષ લાલકિયા દ્વારા)
ઉપલેટા તા. ૧૫ ઓગસ્ટ ૨૦૨૪, ઉપલેટા તાલુકાના મજેઠી ગામના અંદાજિત ૪૨ જેટલા ખેડૂતોની ૧૦૦૦ વીઘા જેટલી જમીનનો ખેતરનો જે રસ્તો આવેલ છે તે રસ્તા પણ હાલ ખુબ જ દબાણ થઈ ચૂક્યો હોવાની ફરિયાદ ઉઠી છે ત્યારે આ ફરિયાદને લઈને અહીંયાના ખેડૂતોએ આ મામલાને લઈને એક વર્ષથી અનેક લેખિત ફરિયાદો કરી છે છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની યોગ્ય કાર્યવાહી કે દબાણ થયેલા રસ્તાની સમસ્યાને તંત્ર દ્વારા દૂર નહીં કરવામાં આવતા આ વિસ્તારના ખેડૂતો આંદોલનના મૂળમાં છે તેવું જણાવ્યું છે અને હાલ આગામી દિવસોમાં તેઓની સમસ્યાઓનું નિરાકરણ નહિ આવે તો આ ખેડૂતો આગામી દિવસોમાં આંદોલન કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી રહ્યા હોવાનું સામે આવ્યું છે.
મજેઠી ગામના ખેડૂતોએ જણાવ્યું છે કે, અમારી સીમ જમીનોમાં જવા આવવા માટે મેલી મજેઠી ગામેથી ડામર રસ્તાએથી ઉગમણી તરફે આગળ વધતા, કરમણ દાદાના પાટીયા પાસેથી દક્ષિણ તરફે વળાંકી અને ત્યાંથી શરૂ કર્યો સરકારી જમીન માંથી દક્ષિણ તરફે આગળ જતો જાહેર કાચો રસ્તો જે 33 ફૂટ પહોળાઈનો રસ્તો અનાદી કાળથી આવેલ છે. આ રસ્તાએથી દક્ષિણ તરફે આગળ જતા કુંઢેચ- થાનીયાણા જાહેર રસ્તાએ પહોંચી તેમ રસ્તો આગળ વધે છે. આ રસ્તાથી અમો અમારા ખેતરોએ અમારી સીમ જમીનોએ આવીએ જઈએ છીએ અને અમારા બળદ ગાડા, પશુઓ, ખેતી વાહનો, હારવેસ્ટર, માણસો મજુરો આવન-જાવન કરીએ છીએ તેવું જણાવ્યું છે.
આ રસ્તામાં હાલમા અમુક સમયથી અમુક લોકોની જમીનો આ રસ્તાની કાઠે આવેલ છે તેવા લોકોએ પોતાની જમીનનું ક્ષેત્રફળ વધારવા માટે જાણી જોઈને દુનીયા જુવી જાણે તેમ આ રસ્તામાં દબાણ કરી લીધેલ છે અને આ રસ્તાને પોતાની સીમ જમીનોમા ભેળવી દીધેલ છે. કારણે આ જાહેર રસ્તો 33 ફુટ પહોળાઈનો હતો તેના બદલે અત્યારે માત્ર પાંચ કે આઠ ફૂટ જેટલો પહોળાઈનો માંડ-માંડ રહી જવા પામેલ છે અને તેમા પણ બંન્ને બાજુએ બાવળના વૃક્ષો હોવાને કારણે અમો ખેડુતો અમારી સીમ જમીનોએ જઈ આવી શકતા નથી તેમજ અમારા અમારા બળદ ગાડા, પશુઓ, ખેતી વાહનો, હારવેસ્ટર, માણસો મજુરો આવન જાવન કરી શકતા નથી કે પસાર થઈ શકતા નથી.
આ સમસ્યાને લઈને ખેડૂતો પોતાની સીમ જમીનોમા જઈ શકતા નથી તેમજ ખેતીકામ કરી શકતા નથી તેવું જણાવ્યું છે તેમજ હાલ અહીંયા l પારાવાર હેરાનગતી ભોગવી રહેલ છે અને આ તમામ તકલીકો પડવાને કારણે છેલ્લા એક વર્ષથી અનેક પ્રકારની સમસ્યાને મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે આ પેશ કદમીઓ અને પ્રવૃતીને કારણે કાયમી તકલીફ ભોગવી રહેલ છે જેથી આ જાહેર રસ્તામાં થયેલ પેશકદમી તાત્કાલી વહેલામાં વહેલી તકે ખુલ્લી કરાવવા તથા પેશકદમી કરનારાઓ સામે દાખલા રૂપ કાર્યવાહી કરવા વિનંતી સાથે લેખિત ફરિયાદ એક વર્ષ પહેલાં કરી છે.
ખેડૂતોની આ પ્રકારની સમસ્યા અને તકલીફને લઈને જે તે તંત્રને લેખિત રજૂઆત કરી છે પરંતુ આ મામલે તંત્ર દ્વારા આ સમસ્યા અને દબાણને દૂર કરવા માટે કોઈ નક્કર અને યોગ્ય કામગીરી કે કાર્યવાહી નહીં કરાતા આ ખેડૂતોનો ૩૩ ફૂટનો રસ્તો હવે માત્ર પાંચ કે આઠ ફૂટ જેટલો જ વધ્યો છે. અહીંયાના ખેડૂતોની ખેત પેદાશોને ગામ સુધી કે ખેતરમાંથી બહાર લઈ જવા માટે ભારે તકલીફ પડી રહી છે અને મોંઘા ભાડાઓ અને મોંઘી મજૂરીઓ ચૂકવ્યા છતાં પણ તેમનો માલ ભરવા માટે કોઈ માલ વાહન કે મજૂરો આવતા નથી જેથી આ ખેડૂતોને હવે વાવણી કરવા માટે કોઈ વિકલ્પ બચ્યો નથી. આ બાબતમાં જો જવાબદાર તંત્ર અને સરકારી વિભાગ આ સમસ્યા અને દબાણને દૂર કરવાનું કામ આગામી દિવસોમાં નહીં કરે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી પણ ચીમકી લેખિતમાં અને મૌખિક ઉચ્ચારી છે.
તસ્વીર/અહેવાલ:- આશિષ લાલકિયા, ઉપલેટા (રાજકોટ)
મો. 9016201128
9016201128
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.