શ્રાવણ માસ ૧૫મી ઓગસ્ટ નિમિતે શ્રીકષ્ટભંજનદેવ દાદાને દાદાને તિરંગાનો દિવ્ય શણગાર
સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે આજે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામિના માર્ગદર્શનથી શ્રાવણ માસ અંતર્ગત તા.15-08-2024ને ગુરવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને તિરંગાનો ફુલો વડે દિવ્ય શણગાર કરી સવારે 05:45 કલાકે શણગાર આરતી શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી- અથાણાવાળા દ્વારા કરવામાં આવેલ શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાનનુ આયોજન કરવામાં આવેલ. હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનૉ તેમજ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ આજે કરાયેલાં શણગાર અંગે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે સમગ્ર દેશમાં આઝાદીના પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે સાળંગપુરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પણ 15 ઓગસ્ટની વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે. આજે દાદાને ત્રિરંગાની થીમવાળા વિશેષ વાઘા અને સિંહાસને લાલ કિલ્લાની પ્રતિકૃતિ અને ગુલાબ અને ગલગોટાના ફુલનો શણગાર કરાયો છે આ સાથે મંદિર અને પરિસરમાં 100થી વધુ ત્રિરંગા લહેરાવામાં આવ્યા છે. દાદાના વિશેષ વાઘા રાજકોટમાં 7 દિવસની મહેનતે બન્યા છે અને લાલ કિલ્લાની પ્રતિકૃતિ બનાવતા 7 દિવસનો સમય લાગ્યો હતો અને અહીં શણગાર કરતાં 6 સંતો, પાર્ષદ અને ભક્તોને 3 કલાકનો સમય લાગ્યો હતો
શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ અનુષ્ઠાન તેમજ શ્રીહરિ મંદિરમાં દિવ્ય હિંડોળાના આ અનેરા દર્શનનૉ લાભ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કરેલ.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.