મોટા ખુંટવડા કેન્દ્રવર્તી શાળા ખાતે ૭૮ માં સ્વાતંત્રદિન ઉજવણી કરવામાં આવી.
ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા કેન્દ્રવર્તી શાળા ખાતે ૭૮ માં સ્વાતંત્રદિનની ઉજવણી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.જેમાં મોટા ખૂંટવડા કે.વ.શાળા,વિ.ડી.ચિતલિયા હાઈસ્કૂલ,સરકારી ઉ.માં.શાળા,પ્રભુદાસ રામજી પારેખ પ્રા.શાળા,વિમળાાબેન વૃજલાલ કન્યાશાળા,વાડી વિસ્તાર પ્રા.શાળા,હોમગાર્ડ યુનિટ મોટા ખૂંટવડા તથા પી.એસ.આઈ.(PSI)ચુડાસમા તથા રાજકીય આગેવાનો તેમજ તમામ અગ્રણીઓ, તથા તમામ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ તેમજ પૂર્વ સૈનિક રણધીરભાઈ તથા ઉત્કર્ષ સમિતિ તેમજ મોટા ખુંટવડા સહિતના ગ્રામજનોની વિશાળ હાજરીમા ધ્વજ વંદન કાર્યકર્મ યોજાયો હતો.જેમાં સી ઈ ટી ની પરિક્ષામાં રેન્ક મેળવનાર વિદ્યાર્થીનીના હસ્તે ધ્વજવંદનની સલામી આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન શાળાનાં આચાર્યશ્રી વિજયભાઇ દ્વારા કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમ ના અંતે (૬) સ્કુલના તમામ વિધાર્થીઓને મોટા ખુંટવડા ગ્રામ પંચાયત તરફથી બિસ્કીટના પેકેટનુ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન હકુભાઈ (માસ્તર) દ્વારા કરવામાં આવ્યું હતું.
રીપોર્ટ.રમેશ.જીંજુવાડીયા-મહુવા
9484450944
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.