સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફિઝિક્સ ભવનના વિદ્યાર્થીઓએ જોખમી ગેસનું પ્રમાણ વધે તો વાઇબ્રેશન એલર્ટ આપતું ડિવાઈસ બનાવ્યું
લાઈફ બેન્ડ રાસાયણિક ઉદ્યોગના કામદારોને આ ડિવાઈસ ઉપયોગી થશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફિઝિક્સ ભવનના યુવા સંશોધકોએ ઝેરી ગેસના લીકેજના કારણે ઉદ્યોગોમાં કામ કરતાં કામદારોના જીવન બચાવતી લાઈફ બેન્ડ વિકસાવી છે. જોખમી ગેસનું પ્રમાણ અચાનક વધી જાય તો લાઈફ બેલ્ટ વાઇબ્રેશન એલર્ટ આપશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર ભવનના વિદ્યાર્થીઓ મનન ગલ અને ચિંતન પંચાસરાની ટીમે ‘લાઈફ બેન્ડ’ નું પ્રોટોટાઈપ બનાવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.