સ્તન કાપ્યાં, પ્રાઇવેટ પાર્ટ પર ચાકુ માર્યા:માતા-પિતા સામે ઉપાડી ગયા, ધો.9ની વિદ્યાર્થિનીનો અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળ્યો; કોલકાતા જેવી રેપ-હત્યાની ઘટના બિહારમાં બની
શુક્રવારે (9 ઓગસ્ટ) કોલકાતાની હોસ્પિટલમાં ટ્રેઇની ડોક્ટર પર રેપ અને હત્યાની ઘટના બની હતી. એને લઈને દેશભરમાં ડોક્ટરો હડતાળ પર હતા. ઘટનાને માંડ થોડા દિવસ જ થયા છે ત્યારે બિહારના મુઝફ્ફરપુરમાં પણ આવી જ ઘટના બની છે. બિહારના મુઝફ્ફરપુરમાં 9મા ધોરણની વિદ્યાર્થિનીની ગેંગરેપ બાદ હત્યા કરવામાં આવી હતી. આરોપીએ તેનાં સ્તન કાપી નાખ્યાં. પ્રાઈવેટ પાર્ટ પર પણ છરી વડે હુમલો કર્યો હતો. સોમવારે મૃતદેહ તળાવમાંથી અર્ધનગ્ન હાલતમાં મળ્યો હતો. તેના મોં પર કપડું બાંધેલું હતું. નજીકમાં માંસના ટુકડા અને લોહીના ડાઘા પડ્યા હતા. પીડિતાના પરિવારનું કહેવું છે કે રવિવારે રાત્રે 5 લોકો તેમની પુત્રીને ઘરેથી ઉપાડી ગયા હતા. તેમણે કહ્યું કે તારી દીકરીનો રેપ થશે. માતાએ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. FIR નોંધવામાં આવી છે, જેમાં ગામના સંજય રાય (41) સહિત પાંચ અજાણ્યા લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. પતિ અને પુત્ર દરવાજા પાસે સૂતા હતા
FIRમાં માતાએ જણાવ્યું હતું કે રવિવારે રાત્રે પતિ અને પુત્ર ઘરની બહાર સૂઈ ગયા હતા. ઘરની અંદર હું, મારી નાની દીકરી અને મારી એક વિધવા દીકરી સૂતાં હતાં. ત્યાર બાદ મોડીરાત્રે સંજય રાય તેના સાથીદારો સાથે ત્રણ બાઇક પર આવ્યો હતો. પતિ અને પુત્રને ગાળો આપી દરવાજો ખોલીને ઘરમાં ઘુસ્યા હતા. સંજય રાય મારી નાની દીકરીને બળજબરીથી લઈ ગયો અને જતી વખતે તેણે કહ્યું કે અમે તમારી દીકરી પર બળાત્કાર કરીશું. સોમવારે સવારે તળાવમાં મૃતદેહ હોવાની માહિતી મળતાં અમે જઈને જોયું તો મારી પુત્રીની નગ્ન લાશ પાણીમાં પડી હતી. આરોપી યુવતી સાથે બળજબરીથી લગ્ન કરવા માગતો હતો
થોડા દિવસો પહેલાં સંજય રાયે ધમકી આપી હતી કે તેની દીકરીના લગ્ન કરાવી દો, નહીં તો જાનથી મારી નાખીશ. પરિવારજનોનું કહેવું છે કે સંજય રાય તેની નાની પુત્રી સાથે લગ્ન કરવા માગતો હતો. તેણે અમને જમીન આપવાની લાલચ પણ આપી, પરંતુ અમે અમારી દીકરીના લગ્ન કરાવવાની ના પાડી. છોકરી છ ભાઈ-બહેનોમાં સૌથી નાની હતી. તેણે સરકારી શાળામાં ધોરણ નવમાં પ્રવેશ મેળવ્યો હતો, પરંતુ આર્થિક તંગીના કારણે તેણે અભ્યાસ છોડી દીધો હતો. સ્નિફર ડોગ આરોપીના ઘરે જઈને બેસ્યો
સ્નિફર ડોગને પણ સ્થળ પર લાવવામાં આવ્યો હતો. એ ઘટનાસ્થળેથી આરોપી સંજય રાયના ઘરે ગયો અને રોકાયો. આ ઘટના બાદ આરોપી અને તેના પરિવારના સભ્યો ફરાર છે. એસડીપીઓ કુમાર ચંદને આરોપીઓને જલદી પકડવાની ખાતરી આપી હતી. ધરપકડ નહીં થાય તો પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવાની ચીમકી
ગ્રામજનોએ પોલીસ પ્રશાસન અને સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો અને કહ્યું હતું કે જો પોલીસ 24 કલાકમાં આરોપીઓની ધરપકડ નહીં કરે તો તેઓ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરશે અને નેશનલ હાઈવેને બ્લોક કરી દેશે. ગામના લોકો આરોપીની ધરપકડ બાદ અંતિમસંસ્કાર કરવા પર અડગ હતા, પરંતુ વહીવટીતંત્રની સમજાવટ પર વિદ્યાર્થિનીના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.