ભાસ્કર વિશેષ:સ્કૂલના મિત્રોના જનીન તમારા સ્વાસ્થ્ય પર એટલી જ અસર કરી શકે છે જેટલા તમારા પોતાના, તે મેન્ટલ હેલ્થ માટે જવાબદાર - At This Time

ભાસ્કર વિશેષ:સ્કૂલના મિત્રોના જનીન તમારા સ્વાસ્થ્ય પર એટલી જ અસર કરી શકે છે જેટલા તમારા પોતાના, તે મેન્ટલ હેલ્થ માટે જવાબદાર


કિશોરાવસ્થાનો સમય આપણા જીવનનો સૌથી અગત્યનો તબક્કો છે. તે સમયે આપણી આસપાસના લોકો, ખાસ કરીને આપણા મિત્રો, આપણા જીવન પર ઊંડો પ્રભાવ પાડે છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા મિત્રોની અસર માત્ર તમારા વ્યવહાર અને તમારી આદતો સુધી જ સીમિત નથી, પરંતુ તેના જનીન પણ તમારા જીવનને આકાર આપી શકે છે? રટગર્સ યુનિવર્સિટીના એક નવા અભ્યાસથી જાણવા મળે છે કે સ્કૂલના મિત્રોનાં જનીન આપણા માનસિક સ્વાસ્થ્ય પર ઊંડો અને અણધાર્યો પ્રભાવ પાડે છે. શોધ અનુસાર, કિશોરાવસ્થા દરમિયાન મિત્રોનાં જનીન આપણા માનસિક સ્વાસ્થ્યને એ હદ સુધી પ્રભાવિત કરી શકે છે કે તેનાં જનીનનો પ્રભાવ આપણા પોતાના જનીનથી વધુ હોઈ શકે છે. આ અસર માત્ર એ સમય માટે નથી હોતી જ્યારે તમે તમારા મિત્રો સાથે હોવ છો, પણ તેની અસર લાંબા સમય સુધી જળવાઈ રહે છે. રટગર્સ યુનિવર્સિટીના શોધકર્તા ડો. જેસિકાના નેતૃત્વમાં કરાયેલી શોધમાં 1980થી 1998 વચ્ચે સ્વિડનમાં જન્મેલા 15 લાખથી વધુ લોકોનો ટેડા પર અભ્યાસ કરાયો. શોધકર્તાઓએ આ લોકોની મહત્ત્વની માહિતી એકત્ર કરી. ત્યારબાદ, તેમણે આ લોકોના મેડિકલ રેકોર્ડ અને કાયદાકીય દસ્તાવેજોનું વિશ્લેષણ કર્યું જેથી એ જાણી શકાય કે પુખ્ત થતા આમાંથી કોણ કઈ લત કે ડિપ્રેશનનો શિકાર થયા. જે લોકોમાં આવાં જનીન હતાં જેમાં માનસિક સ્વાસ્થ્ય અને લતનું જોખમ હતું, વયસ્ક થવા પર તેમના મિત્રોમાં પણ આ પ્રકારની સમસ્યાઓ વિકસી. ખાસ કરીને 16-19 વર્ષના કિશોરોમાં. આ અસર સૌથી વધુ ડ્રગ્સ અને દારૂની લતના કેસમાં જોવા મળી, જ્યારે ડિપ્રેશન અને અન્ય વિકારોના કેસમાં તેની અસર ઓછી જોવા મળી. ડો. જેસિકાનું કહેવું છે કે આ તેના પ્રકારની પહેલી શોધ છે. શ્રેષ્ઠ મેન્ટલ હેલ્થ માટે નેટવર્ક પર ધ્યાન આપવું જરૂરી
ડો. સાલ્વાટોર અનુસાર જો આપણે લોકોના માનસિક સ્વાસ્થ્યમાં સુધારો અને ખરાબ આદતોને વિકસિત થતાં પહેલાં રોકવા ઈચ્છીએ છીએ તો આપણે ન માત્ર કિશોરો પર, પણ તેના આખા સામાજિક નેટવર્ક પર ધ્યાન આપવું પડશે. આપણે કિશોરોના સામાજિક વાતાવરણને ગંભીરતાથી લેવું જોઈએ. ડો. સાલ્વાટોર કહે છે કે જો આપણે એવું ચાલુ કરી દઈએ તો આપણે બાળકોને કિશોર અવસ્થામાં ખરાબ આદતોથી બચાવી શકીશું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.