મેંદરડા ખાતે જુનાગઢ જિલ્લાનો 75 મો વન મહોત્સવ કાર્યક્રમ ની ઉજવણી જિલ્લા પ્રમુખ હરેશભાઈ ઠુંમર ના અધ્યક્ષ પદે ઉજવાયો
મેંદરડા ખાતે જુનાગઢ જિલ્લા નો 75 મો વન મહોત્સવ કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવેલ
75 માં વન મહોત્સવ ની ઉજવણી જિલ્લા પ્રમુખ હરેશભાઈ ઠુંમરના અધ્યક્ષ પદે ઉજવાયો
દર વર્ષે વન વિભાગ દ્વારા દરેક જગ્યાએ વન મહોત્સવ ના કાર્યક્રમની ઉજવણી જુદી જુદી જગ્યાએ કરવામાં આવે છે ત્યારે જુનાગઢ જિલ્લાના 75 માં વન મહોત્સવ ની ઉજવણી આલ્ફા વિદ્યા સંકુલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ના અધ્યક્ષ સ્થાને યોજાયો
આ કાર્યક્રમમાં દેવાભાઈ માલમ ધારાસભ્ય કેશોદ,મુખ્ય વરિષ્ઠ વન અધિકારી ડો.કે.રમેશ, મુખ્ય વન સંરક્ષક જુનાગઢ,મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર, વિકાસ યાદવ (IFS) પ્રોબેન્શન, એસ્વરીયાજી પ્રાંત અધિકારી, ટ્રસ્ટી જીગ્નેશ નકુમ, આચાર્ય સુરસિંહ ઝાલા તેમજ વંદે માતરમ સેવા સમિતિ ના સભ્યો અન્ય મહાનુભાવો આજુબાજુના ગામોમાંથી પધારેલ સરપંચો ગ્રામજનો વિદ્યાર્થી ભાઈ બહેનો સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા
આ કાર્યક્રમની શરૂઆત આલ્ફા વિદ્યા સંકુલ ની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીત રજુ કરી કરવામાં આવેલ. બાદ દીપ પ્રાગટ્ય કરી પ્રાસંગિક શાબ્દિક સ્વાગત વિકાસ યાદવ. (IFS) દ્વારા કરવામાં આવેલ ત્યારબાદ ઉપસ્થિત તમામ મહાનુભાવોનું સ્વાગત તુલસીના રોપા આપી કરવામાં આવેલ ત્યારબાદ વર્તમાન સમયમાં ચાલી રહેલ અભિયાન " એક પેડ માં કે નામ "નો વિડિયો પ્રસારણ કરવામાં આવેલ અને ઉપસ્થિત તમામ લોકોને આ અભિયાનથી અવગત કરવામાં આવેલ
આ તકે કાર્યક્રમમાં ઉપસ્થિત ડો.કે.રમેશ મુખ્યવન સંરક્ષક અને જિલ્લા પ્રમુખ હરેશભાઈ દ્વારા પ્રસંગિક ઉદબોધન કરવામાં આવેલ બાદ ડી એમ કાગડા રેન્જ ફોરેસ્ટ ઓફિસર સામાજિક વનીકરણ રેન્જ મેંદરડા દ્વારા આભાર વિધિ કરવામાં આવેલ
આ કાર્યક્રમના સમાપન બાદ વૃક્ષારોપણ કરવામાં આવેલ જેમાં મુખ્યત્વે બોરસલી,,પીપળ, પ્રાગવડ, પારસ,પીપળો,પુત્રમજીવા ,વડ,સેમળો,બીલી જેવા અનેક વૃક્ષોનું વાવેતર " એક પેડ મા કે નામ " ના સંકલ્પ સાથે કરવામાં આવેલ અને વૃક્ષ રથને અધ્યક્ષ દ્વારા લીલી જંડી આપી પ્રસ્થાન કરવામાં આવેલ
આ સમગ્ર કાર્યક્રમ વન વિભાગ દ્વારા આલ્ફા વિદ્યા સંકુલ ખાતે ઉજવવામાં આવેલ હતો અને આ કાર્યક્રમનું સંચાલન કાર્યક્રમના નોડલ અધિકારી પ્રશાંત તોમર નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ વિભાગ ગીર સોમનાથ દ્વારા કરવામાં આવેલ હતું
રીપોર્ટીંગ કમલેશ મહેતા મેંદરડા
9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.