એટ ધીસ ટાઇમ લિડર્સ પુસ્તકનું અમદાવાદ ખાતે વિમોચન. - At This Time

એટ ધીસ ટાઇમ લિડર્સ પુસ્તકનું અમદાવાદ ખાતે વિમોચન.


તારીખ ૯ ઓગષ્ટ ૨૦૨૪ ના રોજ અમદાવાદ ખાતે તન્વી પાટડિયા લિખિત પુસ્તક એટ ધિસ ટાઇમ લિડર્સ પુસ્તકનું વિમોચન ધ ગ્રાન્ડ એલોજીયા ખાતે કરવામાં આવ્યું. આ વિમોચન પ્રસંગે કોંકલેવ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, સાંજ ના સમય ૬ થી ૭ માં કોંકલેવ પાર્ટીમાં આવેલ દરેક મહેમાનોના એકબીજા સાથે સંપર્ક થયા અને બધાની ઓળખાણ પણ વધી ત્યારબાદ ક્લાસ વન ઓફિસર અને મોટીવેશનલ સ્પીકર શૈલેષભાઈ સગપરિયા દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું તથા એટ ધીસ ટાઇમ હોર્ડિંગસ લિમિટેડના ચેરમેન મા.સુભાષભાઈ ડોબરીયા તરફથી પુસ્તક વિમોચનમાં ઉપસ્થિતિ દરેક મહેમાનોનું સ્વાગત કર્યું હતું,

પુસ્તક વિમોચન કાર્યક્રમની શરૂઆતમાં ઇવેન્ટના સપોન્સર વિષ્ણુભાઈ પટેલ અને ધાંગધ્રા જિલ્લાના મા.ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ પોતાના વક્તવ્ય દ્વારા પોતાના અનુભવો વર્ણવ્યા હતા ત્યારબાદ એટ ધિસ ટાઈમ લિડર્સ નામના આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવેલ દરેક લીડરનું મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ વલ્લભભાઈ કાકડીયા, ગગજીભાઈ સુતરીયા અને ગોવિંદભાઈ વરમોરા દ્વારા પ્રાસંગીક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું,

આ કોંક્લેવ પાર્ટીમાં અમદાવાદના ખ્યાતનામ ઇવેન્ટ પ્લાનર પૂર્વ પટેલ દ્વારા સમગ્ર ઈવન્ટનું ડેકોરેશન કરવામાં આવેલ અને સંગાથ પિકચર દ્વારા લાઈવ અને ફોટોગ્રાફી કરવામાં આવેલ. આ બંને ટીમ ને પણ એટ ધિસ ટાઇમ દ્વારા ટ્રોફી આપી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો,

અંતમાં પુસ્તકના લેખિકા તન્વી પાટડિયા દ્વારા પુસ્તક લખતી વખતે થયેલા અનુભવો વર્ણવી ઉપસ્થિત સર્વે આમંત્રિત મહેમાન નો આભાર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમના અંતે સર્વે એ સાથે અલ્પાહારનો સ્વાદ માણ્યો હતો,

આ પુસ્તક માં અસામાન્ય લોકોની સફળતાની સફરની વાતો કંડારવામાં આવી છે જે કોઈ તેને વાંચશે તેને કઈક નવું કરવાનું સાહસ પૂરું પાડશે માટે દરેક આ પુસ્તક વસાવે એવું એટ ધીસ ટાઇમ અપીલ કરે છે.

પુસ્તક વસાવવા માટે સંપર્ક કરો.૯૯૭૪૦૧૦૬૪૩

Report by Keyur Thakkar

Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.