મેંદરડા ખાતે હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા પદયાત્રા કાર્યક્રમ યોજાયો જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા - At This Time

મેંદરડા ખાતે હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા પદયાત્રા કાર્યક્રમ યોજાયો જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા


*મેંદરડા ખાતે હર ધર તિરંગા અંતર્ગત તીરંગા પદ યાત્રા કાર્યકમ યોજવામાં આવીલ*

*મેંદરડા ના મુખ્ય રાજમાર્ગો પર ભવ્ય તિરંગા યાત્રા નીકળી જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયાં*

મેંદરડા ખાતે યોજાયેલ તીરંગા પદ યાત્રા જુનાગઢ બાયપાસ રોડ પર આવેલ સહીદ ભગતસિંહ ના સ્ટેચ્યુ ખાતે થી પ્રસ્થાન કરી મેંદરડા ના મુખ્ય રાજમાર્ગો પર ફરી વળેલ હતી જેમાં મેંદરડા ની વિવિધ સામાજિક સંસ્થાઓ અને ગાયત્રી હાઇસ્કુલ,સરસ્વતી હાઇસ્કુલ, જી.પી હાઈસ્કૂલ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ના ભાઈઓ બહેનો હાઈસ્કુલ અને કોલેજ સ્ટાફ સહિત

ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભારત માતાકી જય વંદે માતરમ જય જવાન જય કિસાન સહિતના વિવિધ નારાઓ સાથે આખુ શહેર દેશભક્તિના રંગે રંગાયેલ હતું

આ તિરંગા પદયાત્રામાં જિલ્લા પ્રમુખ હરેશભાઈ ઠુંમર, જિલ્લા મહામંત્રી હિરેનભાઈ સોલંકી,મહીલા અગ્રણી ભાવના બેન અજમેરા,સરપંચ જે.ડી ખાવડુ, તાલુકા ભાજપ વિજય ભાઈ પાનસુરીયા,તાલુકા ઉપ પ્રમુખ ભરતભાઈ ખુમાણ, સમઢિયાળા સરપંચ ચિરાગભાઈ રાજાણી,પૂર્વ સરપંચ દિનેશભાઈ વેકરીયા,પ્રત્રકાર કમલેશ મહેતા મહેશભાઈ અપારનાથી, દિલીપભાઈ સોંદરવા, ભુરાભાઈ ભરવાડ, મુસ્લીમ સમાજ ના જાવીદભાઈ સોલંકી, બોદું ભાઈ,જમનભાઈ શિંગાળા, અસ્વિનભાઈ વધાસિયા,નિવૃત્ત આર્મી મેન સહીત ના બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા
તેમજ આ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ પંચાયત કચેરી ખાતે સમગ્ર સ્ટાફ દ્વારા વ્યસ્ત મુક્તિ ના સપથ લેવામાં આવેલ અને લોકોને વ્યસન થી દુર રહેવા એક ખાસ ઝુંબેશ ચલાવા આહવાન કરવામાં આવેલ હતું
આ તિરંગા પદ યાત્રા માં મેંદરડા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઇ સોનારા ની આગેવાની હેઠળ તમામ પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત પણે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની ખાસ તકેદારી દાખવી હતી‌ ત્યારે તિરંગા પદયાત્ર સફળતા પૂર્વક મેંદરડા આંબેડકર ચોક ખાતે પૂર્ણ કરવામાં આવેલ હતી

રીપોર્ટ કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.