શ્રાવણ મહિનાની બીજા સોમવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને શિવસ્વરુપ દર્શનનો શણગાર કરાયો
ભગવાન શિવજીની આરાધનાના પર્વ એવાં પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆતથી જ ઠેર-ઠેર શિવ ભક્તો શિશ ઝૂકાવી શિવજીને પ્રસન્ન કરી રહ્યા છે. ત્યારે વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપલક્ષમાં સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણ માસના પવિત્ર બીજા સોમવારે તા.12-08-2024 રોજ શ્રીકષ્ટભંજનદેવને શિવજીસ્વરુપ પ્રતિકૃતિવાળાનો વિશેષ શણગાર કરાયો છે. આજે સવારે શણગાર આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)દ્વારા કરવામાં આવી હતી શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાન તેમજ દર સોમવારે શ્રી નીલકંઠ મહાદેવ મંદિર ખાતે દરરોજ પવિત્ર બ્રાહ્મણો દ્વારા સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન શિવપૂજન કરવામાં આવશે. સમય : દરરોજ સવારે ૭ થી ૧૦ વાગ્યે આયોજન કરવામાં આવેલ. હરિપ્રકાશ સ્વામીએ હનુમાનજી મંદિર પરિસરમાં સ્થિત નિલકંઠ મહાદેવ મંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે હરિપ્રકાશ સ્વામીએ શિવજીની પૂજા કરીને ભક્તો માટે મંગલ કામના કરી હતી શ્રાવણ મહિનાના સોમવારે-દિવ્ય શણગાર સાથો સાથ આજે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને દાદાને અન્નકૂટ પણ ધરાવાયો છે આજે દાદાને કરાયેલાં શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું હતું કે, આજે શ્રાવણ મહિનાના બીજા સોમવાર નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને વિશેષ વાઘા અને સિંહાસને શિવ સ્વરૂપ દર્શનનો દિવ્ય શણગાર કરાયો છે. દાદાના વાઘા રાજકોટમાં સાત દિવસની મહેનતે એક ભક્તે તૈયાર કર્યા છે. તો દાદાના સિંહાસને કરાયેલો શણગાર કરતાં ભક્તોને પણ સાત દિવસનો સમય લાગ્યો હતો. જેમાં શિવજી, વાસુકિ નાગ, ડમરું, શિવલિંગ અને નંદી ગાયની પ્રતિકૃતિ બનાવી છે. આ શણગાર અહીં કરતાં 6 સંતો, પાર્ષદ અને ભક્તોને 4 કલાકનો સમય લાગ્યો હતો શ્રાવણ માસ દરમિયાન શ્રીહરિ મંદિર દિવ્ય હિંડોળાના આ અનેરા દર્શનનૉ લાભ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કરેલ.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.