અમદાવાદમાં નારાયણી હાઈટ્સ ખાતેએક્ઝિબિશન સાથે સિંધી સમાજ ની એકતા માટે સિંધી નવરત્ન એવોર્ડ નું આયોજન. - At This Time

અમદાવાદમાં નારાયણી હાઈટ્સ ખાતેએક્ઝિબિશન સાથે સિંધી સમાજ ની એકતા માટે સિંધી નવરત્ન એવોર્ડ નું આયોજન.


તારીખ ૧૦ અને ૧૧ ઓગષ્ટ ૨૦૨૪ ના રોજ અમદાવાદ ખાતે નારાયણી હાઈટ્સમાં સિંધી સમાજ ની એકતા, મહિલાઓ, દીકરીઓ અને બાળકો ને પ્રોત્સાહન અને સિંધી સમાજના સામજીક ઉત્થાન અર્થે ખાસ સિંધી નવરત્ન એવોર્ડ નું આયોજન કરાયું હતું,

અમદાવાદના આ નારાયણી હાઈટ્સ ખાતે સિંધી નવરત્ન એવોર્ડ નું આયોજન કેટલાક સામજીક, જીવદયા, ઔદ્યોગિક અને ધાર્મિક અગ્રણીઓ દ્વારા સામજીક એકતા અને પ્રગતિના પંથે આગળ વધવા ના પ્રેરણા સ્વરૂપ માં ઉદ્દેશ સાથે એક બે દિવસમાં અનેક સુંદર કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું,

નારાયણી હાઈટ્સ ખાતે તારીખ ૧૦ અને ૧૧ ઓગષ્ટ ૨૦૨૪ એમ બે દિવસ ઓશન ઓફ બ્લેસિંગ્સ ફાઉન્ડેશન ના ફાઉન્ડર સુમન છેલાની દ્વારા બે દિવસીય હેપ્પી ફેસ્ટ ૨૦૨૪ ના એક્ઝિબિશનનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું,

અમદાવાદના નારાયણી હાઈટ્સ ખાતે તારીખ ૧૦ અને ૧૧ ઓગષ્ટ ૨૦૨૪ એમ બે દિવસ આત્મનિર્ભર મહિલાઓ લઘુ ઉદ્યોગ અને હસ્તકલા સાથે સંકળાયેલા સાહસિકો પરિવારોને જીવનમાં સહકાર આપવા માટે અને સમાજમાં જરૂરિયાત વર્ગને વધુ માં વધુ લઘુ ઉધોગ માટે સચોટ માર્ગદર્શન સાથ અને સહકાર આપવાના હેતુથી ઓશન ઓફ બ્લેસિંગ્સ ફાઉન્ડેશન દ્વારા આયોજિત ૧૦ અને ૧૧ ઓગસ્ટના રોજ સવારે ૧૦ : ૦૦ થી રાત્રિ ના ૯ : ૦૦ કલાક સુધી નારાયણી હાઈટ્સ અમદાવાદ ખાતે હેપ્પી ફેસ્ટ ૨૦૨૪ એક્ઝિબિશન નુ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું,

આ તમામ કાર્યેક્રમના શુભારંભ દિપપ્રગટય સમયે નરોડા વિધાનસભાના મહિલા ધારાસભ્ય મા.પાયલ કુકરાણી, ઝોન ૪ ના મહિલા ડી.સી.પી સુશ્રી.કાનન દેસાઈ, પરીન્દુ ભગત (કાકુ ભાઈ), મુંબઈ થી જય બજરંગ સેના અને અખિલ ભારત હિંદુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન ઉપાધ્યાય અને અધ્યક્ષ શ્રી પ્રવીણ રાજપુરોહિત, મિ.ઈન્ડિયા ધરમ સાવલાની, રેડિયો જોકી સેલિબ્રિટી એન્કર સાગર અને માસ્ટરશેફ કુકિંગ શો ફાઇનલિસ્ટ જજ તરીકે દીપા ચૌહાન ઉપસ્થિતિ રહ્યા હતા,

એક્ઝિબિશન કાર્યક્રમ દરમિયાન મિસ ઈન્ડિયા ઈન્ટરકોન્ટિનેન્ટલ ૨૦૧૮ મિસ સુમન છેલાણી એ જણાવ્યું હતું કે અમે ઘરેથી કામ કરતી ૨૦૦૦ થી વધારે મહિલા સાહસિક મહિલાઓ ના ઉત્થાન, સશક્તિકરણ અને તેમને સોશિયલ મીડિયા અને વિવિધ પ્લેટફોર્મ પર તેમની બ્રાન્ડનો પ્રચાર કરવામાં મદદ કરીએ છીએ સાથે સાથે સેલિબ્રિટીને પણ તેમના આત્મવિશ્વાસને વધારવા માટે કાર્યક્રમમાં આમંત્રિત કરતા હોઈએ છે આ એક્ઝિબિશન માં અમારી પાસે ફેશનથી લઈને ફેસ્ટિવલ સ્પેશિયલ કલેક્શન, ફૂડથી લઈને ફૂટવેર કલેક્શન સુધીના અનેક લઘુઉદ્યોગ સાહસિક મહિલાઓ જોડાઈ હતી અમે આત્મનિર્ભર મહિલાઓ અને તેમની પ્રતિભામાં વિશ્વાસ અને સમર્થન સાથે તેમના પ્રોડક્ટ્સ અને સર્વીસને સભ્ય સમાજમાં પ્રજા માટે પ્રોત્સાહન સાથે પ્લેટફોર્મ પૂરું પાડી ગર્વ અનુભવીએ છે,

મિસ સુમન છેલાણીએ વધુમાં જણાવ્યું હતું કે હેપ્પી ફેસ્ટ ૨૦૨૪માં બાળકો અનેશિલાઓ માટે અમારી પાસે વિવિધ એકટીવીટસ છે જેમ કે બોલિવૂડ હાઉસી, તંબોલા, ઈન્ડિપેન્ડન્સ હાઉસી, સિંધી નવરત્ન એવોર્ડ્સ, મિસ & મિસીસ બ્યુટી ક્વીન ગુજરાત,કિડ્સ ફેશન શો,કુકિંગઅને ડાન્સ કોમ્પીટીશન નું પણ આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં નહીં નફો નહીં નુકશાન ની નીતી સાથે કુલ ૧૦૦ વધારે સ્ટોલ નું બુકિંગ થયું હતું જ્યાં બધા મુલાકાતીઓને પ્રોત્સાહિત કરવા અને ફ્રી એન્ટ્રી સાથે રોકડ રકમ ના પુરસ્કારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું,

અમદાવાદમાં નારાયણી હાઈટ્સ ખાતે બે દિવસી હેપ્પી ફેસ્ટ ૨૦૨૪માં હજારો મુલાકાતી ઓ દ્વારા મુલાકાત લઈ લાખો રૂપિયા ની ખરીદી પણ કરી હતી.

Report by :- Keyur Thakkar

Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.