મોટા ખુંટવડા ખાતે આવેલ ગોરસ રોડ વાડી વિસ્તાર પ્રાથમિક શાળામાં નોટ બુક વિતરણ કાર્યક્રમ યોજાયો. - At This Time

મોટા ખુંટવડા ખાતે આવેલ ગોરસ રોડ વાડી વિસ્તાર પ્રાથમિક શાળામાં નોટ બુક વિતરણ કાર્યક્રમ યોજાયો.


ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા ખાતે આવેલ ગોરસ રોડ વાડી વિસ્તાર પ્રાથમિક શાળા ખાતે વાલી સંમેલનનુ આયોજન કરવામા આવ્યુ જેમા વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ ભેટ આપવાનો કાર્યક્રમ યોજાઈ ગયો ગામના યુવાન વાલી મિત્રો દ્વારા ફંડ એકઠું કરી શ્રી વાડી વિસ્તાર પ્રાથમિક શાળાના 325 જેટલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ ભેટ આપવામાં આવી હતી આ તકે મોટા ખુંટવડા સ્થિત શ્રી સિદ્ધ ગણેશ આશ્રમના ગાદીપતિ શ્રી ભારદ્વાજગીરી બાપુના હસ્તે તમામ વિદ્યાર્થીઓને ભેટ અર્પણ કરવામાં આવી હતી આ ભેટ સાથે આશીર્વાદ વચન આપવામાં આવ્યા આ પ્રસંગમાં વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે ગામમાંથી મોટી સંખ્યામાં વાલીઓ તથા શાળાના એસએમસી કમિટીના તમામ સદસ્યશ્રીઓ મહિલાઓ તથા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો દ્વારા હાજરી આપવામાં આવી હતી આ ઉપરાંત શાળા દ્વારા શાળામાં અભ્યાસ કરીને વિવિધ ક્ષેત્રમાં નોકરીમાં લાગેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું શાળા દ્વારા દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ તકે શ્રી સિદ્ધ ગણેશ આશ્રમ તરફથી તથા ગામના તલાટી કમ મંત્રી શ્રી પ્રદીપભાઈ લગધર તરફથી તથા સુરેશભાઈ દવે તરફથી તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મધુભાઈ નગવાડિયા તરફથી શાળાને કુલ ચાર પંખાની ભેટ આપવામાં આવી હતી શિવ કોમ્પ્યુટર ના સંચાલક રાજુભાઈ તરફથી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું શાળાના આચાર્યશ્રી કેતનભાઇ પ્રજાપતિ સાહેબ દ્વારા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને પ્રેરક સંબોધન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના અંતમાં શ્રી ભારદ્વાજગીરી બાપુ દ્વારા વિદ્યાર્થી તથા વાલીઓ તેમજ સર્વે ઉપસ્થિત મહાનુભાવો ને આશીર્વાદ વચન પાઠવવામાં આવ્યા હતા તેમજ શાળાના શિક્ષક શ્રી માનસિંગભાઈ રાઠોડ દ્વારા સર્વે આમંત્રિત મહેમાનોનો અને વાલીઓનો આભાર વ્યક્ત કરી આભાર વિધિ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓનો વાલીઓનો તેમજ શિક્ષકો સહિતના તમામનો ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસ જોવા મળ્યો હતો વિદ્યાર્થીઓના શિક્ષણ અંગે ચિંતન કરવા,વિદ્યાર્થીઓના સુવર્ણ ભવિષ્ય અંગે યોજનાઓ તૈયાર કરવા આ પ્રકારના કાર્યક્રમો થાય તે સમગ્ર સમાજ માટે ઉદાહરણરૂપ છે.

રીપોર્ટ.રમેશ.જીંજુવાડીયા-મહુવા


9484450944
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.