શિક્ષણ મંત્રી ડૉ.કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષસ્થાને પુનિયાવાંટ ખાતે જિલ્લા કક્ષાનો વન મહોત્સવ યોજયો - At This Time

શિક્ષણ મંત્રી ડૉ.કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષસ્થાને પુનિયાવાંટ ખાતે જિલ્લા કક્ષાનો વન મહોત્સવ યોજયો


*"એક પેડ માઁ કે નામ" : ૭૫મો વન મહોત્સવ-૨૦૨૪*
*****

*સંસ્કૃતિની સાથે પ્રકૃતિનું જતન કરીએ-શિક્ષણ મંત્રીશ્રી ડૉ.કુબેરભાઈ ડીંડોર*
*****

*શિક્ષણ મંત્રીશ્રી ડૉ.કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષસ્થાને પુનિયાવાંટ ખાતે જિલ્લા કક્ષાનો વન મહોત્સવ યોજયો*
*****

*છોટાઉદેપુર, શનિવાર ::* સમગ્ર દેશને હરિયાળો બનાવવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ "એક પેડ માઁ કે નામ" અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનને વેગવંતુ બનાવવા માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં તા.૮ થી ૧૪ ઓગસ્ટ સુધી વૃક્ષારોપણની ઝુંબેશ ચલાવવામાં આવનાર છે.આ ઝુંબેશ અંતર્ગત ૧૭ કરોડ વૃક્ષો રોપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

શિક્ષણ મંત્રીશ્રી ડૉ.કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષસ્થાને પુનિયાવાંટ એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલ ખાતે ૭૫મા વન મહોત્સવ-૨૦૨૪ની જિલ્લાકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે શિક્ષણમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આપણે સંસ્કૃતિનું તો રક્ષણ કરીએ જ છીએ, સાથે સાથે પ્રકૃતિનું પણ રક્ષણ કરીએ. વર્ષ ૨૦૦૪માં તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વન મહોત્સવની શરૂઆત કરી હતી, જેના પરિણામ સ્પરૂપ રાજયમાં અનેક વન નિર્માણ પામ્યા છે. આદિવાસી પ્રકૃતિ વચ્ચે રહી તેને ઓળખે છે. ગુજરાતમાં ૭૫૨ પ્રકારની વનસ્પતિઓ, ૨૦૦ પ્રકારની ઔષધિ વનસ્પિત છે.

તેમણે ઉમેર્યું કે, ટીમરૂના પાન આદિવાસી સમાજની પૂરક આવક છે. રોજ ૨૦ કરોડ બીડી બને છે. જંગલમાં ઉગતા ટીમરૂના પાનથી ૯૨ હજાર પરિવારને રોજગારી મળે છે. આ ઉપરાંત મહુડાની ડોડીનું તેલ અનેક ઔષધિય ગુણો ધરાવે છે. તેમણે "ગ્રેટ ગુજરાત ગ્રીન ગુજરાત" બનાવવાનું છે તેમ જણાવી દરેક વ્યક્તિ એક વૃક્ષ વાવે જેથી ગ્લોબલ વોર્મિગની સમસ્યા નિવારી શકાય તેમ ઉમેયું હતું.

વનબંધુઓને શિક્ષણનું મહત્વ જણાવતા શિક્ષણમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ૧ વર્ષનું આયોજન કરવું હોય તો ખેતી કરો,૧૦ વર્ષનું આયોજન કરવુ હોય તો વૃક્ષ વાવો અને ૧૦૦ વર્ષનું આયોજન કરવું હોય તો બાળકોને સારૂ શિક્ષણ આપો. વનબંધુ કલ્યાણ યોજનાઓએ અંબાજીથી ઉમરગામ સુધી વનબંધુઓનો વિકાસ કર્યો છે. વનબંધુ યોજનાઓનો મહત્તમ લાભ લઇ બાળકોના ઉજવળ ભવિષ્યનું નિર્માણ કરો.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મલકાબેન પટેલ, ધારાસભ્ય સર્વશ્રી રાજેન્દ્રસિંહ રાઠવા, શ્રી જયંતીભાઈ રાઠવાએ પ્રાસંગીક પ્રવચન કર્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં સાંસ્કૃતિક નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું તેમજ વૃક્ષરથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી અનિલ ધામેલિયા,જિલ્લા પ્રાયોજના વહિવટદાર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી સચિન કુમાર ,જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઇમ્તિયાઝ શેખ, નાયબ વન સરક્ષકશ્રી દેસાઇ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, સરપંચશ્રી તથા પદાધિકારીઓ, અધિકારી-કર્માચારીઓ, વન સંરક્ષકો તથા ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતા.
અલ્લારખા પઠાણ નસવાડીવાલા


9408355622
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.