કોલકાતામાં ટ્રેઇની ડૉક્ટર સાથે રેપ અને હત્યા:આંખો, મોં અને પ્રાઇવેટ પાર્ટમાં ઈજાના નિશાન, સુવેન્દુએ કહ્યું- CBI તપાસ થવી જોઈએ - At This Time

કોલકાતામાં ટ્રેઇની ડૉક્ટર સાથે રેપ અને હત્યા:આંખો, મોં અને પ્રાઇવેટ પાર્ટમાં ઈજાના નિશાન, સુવેન્દુએ કહ્યું- CBI તપાસ થવી જોઈએ


શુક્રવારે કોલકાતાની સરકારી હોસ્પિટલમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેઇની મહિલા ડૉક્ટરની લાશ મળી આવી હતી. તાલીમાર્થી ડોક્ટરની બળાત્કાર બાદ હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. 4 પાનાના પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર મહિલાની આંખ, મોં અને પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી વહી રહ્યું હતું. તેના પેટ, ડાબા પગ, ગરદન, જમણા હાથ, રિંગ ફિંગર અને હોઠ પર પણ ઈજાઓ છે. કોલકાતા પોલીસના જણાવ્યા અનુસાર આ મામલો આત્મહત્યાનો નથી. બળાત્કાર બાદ હત્યા કરવામાં આવી હતી. ટ્રેઇની મહિલા ડૉક્ટરનું ગળાનું હાડકું પણ તૂટેલું જોવા મળ્યું હતું. એવું લાગે છે કે તેણીનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે. કોલકાતા પોલીસે હત્યાનો કેસ નોંધ્યો છે અને તપાસ માટે વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરી છે. પોલીસે શંકાસ્પદ ગતિવિધિઓના આધારે સંજય નામના વ્યક્તિની પણ ધરપકડ કરી છે. આ ઘટના બાદ મેડિકલ વિદ્યાર્થીઓ, ભાજપ, કોંગ્રેસ અને ડાબેરી પક્ષોએ કાર્યવાહીની માગ સાથે હોસ્પિટલની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. દરમિયાન પશ્ચિમ બંગાળના બીજેપી નેતા સુવેન્દુ અધિકારીએ આ મામલે સીબીઆઈ તપાસની માગ કરી છે. પિતાનો આરોપ- બળાત્કાર બાદ પુત્રીની હત્યા
તાલીમાર્થી ડોક્ટર ચેસ્ટ મેડિસિન વિભાગની વિદ્યાર્થી હતી. ગુરૂવારે (8 ઓગસ્ટ) રાત્રે ડ્યુટી પર હતી. પિતાનો આરોપ છે કે તેમની પુત્રી પર બળાત્કાર ગુજારી અને હત્યા કરવામાં આવી હતી. હવે સત્ય છુપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે તાલીમાર્થી ડૉક્ટરનો મૃતદેહ તેના સાથીદારોએ ઈમરજન્સી ભવનના સેમિનાર હોલમાંથી મેળવ્યો હતો. અમે ડોકટરો, નર્સો અને અન્ય લોકો સાથે વાત કરી રહ્યા છીએ જેઓ તે રાત્રે ડ્યુટી પર હતા. આરજી કાર મેડિકલ કૉલેજના પ્રિન્સિપાલ ડૉ. સંદિન ઘોષે કહ્યું- મહિલાનું શું થયું તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ ખબર પડશે. અમે તપાસ અંગે તમામ જરૂરી પગલાં લઈ રહ્યા છીએ. અમિત માલવિયાએ મમતા સરકાર પર મામલો દબાવવાનો આરોપ લગાવ્યો
BJP IT સેલના વડા અને પશ્ચિમ બંગાળ BJPના સહ-પ્રભારી અમિત માલવિયાએ મમતા બેનર્જી સરકાર પર મામલાને દબાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે હોસ્પિટલ પરિસરમાં મહિલા ડૉક્ટર સાથે બળાત્કાર અને હત્યાની ઘટના બની હતી. મમતા બેનર્જી સરકાર આ કેસને દબાવવા માટે કોલકાતા પોલીસનો ઉપયોગ કરી રહી છે, જ્યારે હોસ્પિટલના અધિકારીઓએ ઈજાની પુષ્ટિ કરી છે. બંગાળ ક્યાં સુધી સ્ત્રીઓ સામેના ગુનાઓ તરફ આંખ આડા કાન કરતું રહેશે? આ દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મૃતક મહિલાના માતા-પિતા સાથે ફોન પર વાત કરી હતી. દોષિતો સામે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.