રીક્ષાચાલકના મોબાઈલમાંથી બે મિત્રોએ ગૂગલ-પેના પાસવર્ડ મેળવી રૂ.74 હજાર પડાવી લીધા: બંને ઝડપાયા
રીક્ષાચાલકના મોબાઈલમાંથી તેમના બે મિત્રોએ ગૂગલ-પે ના પાસવર્ડ મેળવી રૂ।4 હજાર પડાવી અન્યના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી છેતરપીંડી આચરતાં બી. ડિવિઝન પોલીસે આરોપીઓની ધરપકડ કરી પૂછતાછ હાથ ધરી હતી.
બનાવ અંગે મોરબી રોડ પર જકાતનાકા પાસે મહાશક્તિ પાર્ક શેરી નં.1 માં રહેતાં પ્રદીપભાઇ પ્રવિણભાઇ બેલડીયા (ઉ.વ.20) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અમીત રાજુ વ્યાસ (રહે. અમૃત સોસાયટી, ધોળકિયા સ્કુલ પાસે) અને જય રાતડીયા (રહે. સરધાર) નું નામ આપતા બી.ડિવિઝન પોલીસે છેતરપીંડીની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તે પોતાની ઓટો રિક્ષા કેટરર્સ કામમાં ચલાવે છે. સાઇડમાં બરફનાં ગોલાનો ધંધો કરે છે. તેમનું એકાઉન્ટ બેંક ઓફ ઇંડીયામાં આવેલ છે. ગઇ તા.03/08/2024 ના રાત્રીનાં અગીયારેક વાગ્યે તે ઘરે હતો ત્યારે મોબાઇલમાં ગૂગલ પે એપ્લીકેશનમાં બેંક ખાતામાં પડેલ રૂપીયા જોતો હતો ત્યારે બેંક ખાતામાં રૂ।96 બતાવેલ હતાં. બાદમાં ગઈ તા.05 નાં રોજ બેંકમાં જઇ પાસબૂકમાં એન્ટ્રી કરાવતા માલુમ પડેલ કે, તેમના ખાતામાંથી તા.16/07 નાં રૂ।5 હજાર તથા રૂ.5 હજાર, તા.18/07 નાં રૂ.7 હજાર, તા.21/07 રૂ.12 હજાર,તા.28/07 નાં રૂ.25 હજાર, તા.03/08 નાં રૂ।0 હજાર મળી કુલ રૂ।4 હજાર ઉપડેલ હોવાનું જોવા મળેલ હતું.
જેથી ઓનલાઇન સાયબર ક્રાઇમમાં ફ્રોડની ફરીયાદ નોંધાવ્યા બાદ મોરબી રોડ પર જય જવાન જય કિશાન ખાતે રહેતા વિપુલભાઇ ભરવાડ તેમને મળેલ અને કહેલ કે, અમીત વ્યાસ અને તેના મિત્ર જય રાતડીયાએ તેમના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરતા તેમનું બેંક ખાતુ બંધ થઇ ગયેલ છે. બાદમાં યુવાનને યાદ આવેલ કે, અમીત તેમનો મિત્ર હોય અને તે અગાઉ તેમનો મોબાઇલ માંગતો અને ખબર ન પડે તેમ ગૂગલ પે એપ્લીકેશનનો પાસવર્ડ તેણે મેળવી લીધેલ હોય જેથી યુવાનના ખાતામાંથી જાણ બહાર અન્યનાં ખાતામાં રૂપિયા નાખી દેતાં હતાં.બનાવ અંગેની ફરીયાદ પરથી બી. ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ શેખ અને ટીમે તપાસ હાથ ધરી બંને આરોપીની ધરપકડ કરી પૂછતાછ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.