ચૂંટણી પંચની ટીમ જમ્મુ-કાશ્મીર પહોંચી:EC આજે રાજકીય પાર્ટીઓ સાથે બેઠક કરશે; સુપ્રીમે 30 સપ્ટેમ્બર સુધીમાં ચૂંટણી યોજવા કહ્યું છે - At This Time

ચૂંટણી પંચની ટીમ જમ્મુ-કાશ્મીર પહોંચી:EC આજે રાજકીય પાર્ટીઓ સાથે બેઠક કરશે; સુપ્રીમે 30 સપ્ટેમ્બર સુધીમાં ચૂંટણી યોજવા કહ્યું છે


આગામી વિધાનસભા ચૂંટણી મામલે ચૂંટણી પંચની ટીમ આજે જમ્મુ-કાશ્મીર પહોંચી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને અન્ય ચૂંટણી કમિશનરો પ્રાદેશિક અને રાષ્ટ્રીય પાર્ટીઓ સાથે બેઠક કરશે, નોશલનલ કોન્ફ્રરન્સ, પીડીપી, કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓએ તેમના વરિષ્ઠ નેતાઓને બેઠકમાં મોકલ્યા છે. ચૂંટણી પંચ આજે પોલીસ અધિકારીઓ અને સુરક્ષા દળો સાથે પણ બેઠક કરશે. ચૂંટણી પંચ 9 ઓગસ્ટે બપોરે 2:30 કલાકે પ્રેસ કોન્ફરન્સ કરશે. આ વર્ષે જૂનમાં ચૂંટણી પંચે મહારાષ્ટ્ર, ઝારખંડ, હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં મતદાર યાદી અપડેટ કરવાનો આદેશ જાહેર કર્યો હતો. આ કામ પૂર્ણ કરવા માટે 20 ઓગસ્ટની સમયમર્યાદા આપવામાં આવી હતી. ડિસેમ્બર 2023માં સુપ્રીમ કોર્ટે કેન્દ્રશાસિત પ્રદેશમાં 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં ચૂંટણી કરાવવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે એમ પણ કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરને વહેલીતકે રાજ્યનો દરજ્જો પાછો આપવામાં આવે. જમ્મુ-કાશ્મીરમાં છેલ્લે 2014માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં BJP-PDP ગઠબંધન તૂટી ગયું હતું 5 ઓગસ્ટ, 2019ના રોજ, જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવામાં આવી હતી. તેમજ રાજ્યને 2 કેન્દ્રશાસિત પ્રદેશો, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં વહેંચવામાં આવ્યું હતું. તે પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરમાં દિલ્હી અને પુડુચેરીની જેમ લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા શાસન કરવામાં આવશે, પરંતુ જનતા વિધાનસભા હેઠળ મુખ્યમંત્રીને પણ પસંદ કરી શકશે. આ પહેલા જમ્મુ-કાશ્મીરમાં છેલ્લે 2014માં ચૂંટણી થઈ હતી. 2018માં, ભાજપ અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીની ગઠબંધન સરકાર પડી ગઈ કારણ કે ભાજપે પીડીપી સાથે ગઠબંધન તોડી નાખ્યું હતું. સુપ્રીમ કોર્ટે ડિસેમ્બર 2023માં ચૂંટણી પંચને જમ્મુ-કાશ્મીરમાં કોઈપણ સંજોગોમાં સપ્ટેમ્બર 2024 સુધીમાં ચૂંટણી કરાવવાનો નિર્દેશ આપ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં 30 સપ્ટેમ્બર પહેલા વિધાનસભાની ચૂંટણી યોજાશે. લોકસભા ચૂંટણી 2024: જમ્મુ-કાશ્મીરમાં ભાજપને 2 બેઠક, નેશનલ કોન્ફરન્સના ખાતામાં 2 બેઠકજમ્મુ-કાશ્મીરની 5 બેઠકોમાંથી જમ્મુ અને ઉધમપુર બેઠકો ભાજપના ખાતામાં ગઈ. જમ્મુ કાશ્મીર નેશનલ કોન્ફરન્સને અહીં 2 સીટો મળી છે. બારામુલા બેઠક પર અપક્ષ ઉમેદવારોએ જીત મેળવી હતી. જમ્મુ અને કાશ્મીર બે કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા તે પહેલા અને પછીની સ્થિતિને નકશામાં સમજો​​​​​​​ ​​​​​​જમ્મુ અને કાશ્મીરના એલજીની સત્તામાં વધારો, દિલ્હીની જેમ ટ્રાન્સફર-પોસ્ટિંગમાં મંજૂરી જરૂરી કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર (LG)ની વહીવટી સત્તામાં વધારો કર્યો છે. દિલ્હીની જેમ હવે જમ્મુ-કાશ્મીરમાં રાજ્ય સરકાર એલજીની મંજૂરી વિના અધિકારીઓની પોસ્ટ અને ટ્રાન્સફર કરી શકશે નહીં. ગૃહ મંત્રાલયે જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ, 2019ની કલમ 55 હેઠળ બદલાયેલા નિયમોને નોટીફાઈ કર્યા છે, જેમાં એલજીને વધુ સત્તા આપતી કલમો ઉમેરવામાં આવી છે. લેફ્ટનન્ટ ગવર્નર પાસે હવે પોલીસ, કાયદો અને વ્યવસ્થા અને અખિલ ભારતીય સેવા (AIS) સંબંધિત બાબતોમાં વધુ સત્તા હશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.