બારોડા ગામનો બે વર્ષનો બાળક ચાંદીપુરા વાયરસની ઝપેટમાં... - At This Time

બારોડા ગામનો બે વર્ષનો બાળક ચાંદીપુરા વાયરસની ઝપેટમાં…


મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના બારોડા વિસ્તારના બે વર્ષના બાળકને ચાંદીપુરમ પોઝેટીવ આવતા તાલુકાનું આરોગ્ય તંત્ર દોડતું થયું હતું બારોડા ગામના કોટવાલના મુવાડા ગામે બે વર્ષના બાળકને તાવ અને ખેંચ આવતા કોયડમ ગામે ખાનગી દવાખાને સારવાર માટે લઈ જતા ડોક્ટર દ્વારા મેડિકલ ઓફિસરને જાણ કરાઈ હતી વિરપુર આરોગ્યની ટીમ કોટવાલના મુવાડા ગામે પહોંચી બાળકનું સેમ્પલ લઇ ટેસ્ટીગ માટે મોકલી આપતાં રિપોર્ટ પોઝેટીવ આવ્યો હતો બાળકને વિરપુર સરકારી દવાખાને લઇ જવા mphw દ્વારા સમજાવેલ પરંતુ વાલી દ્વારા આનાકાની કરવામાં આવતા tho ને બોલાવી વાલી ને સમજાવી લુણાવાડા કોટેજમાં ખસેડાયો હતો જ્યાં સારવાર દરમ્યાન ખેંચ આવતા ગોધરા સિવિલમાં ખસેડાયો હતો જ્યાં બે દિવસની સારવાર બાદ વાલી દ્વારા રજા લઇ નીકળી જતા લુણાવાડા પહોચતા જ બાળકને ફરી ખેંચ આવતા લુણાવાડા ખાનગી દવાખાને સારવાર માટે ખસેડાયો હતો જોકે હાલમાં બાળક સંપૂર્ણ સ્વસ્થ હોવાનું તાલુકા આરોગ્ય અધીકારીએ દ્વારા જણાવાયું હતું હાલ વિરપુર આરોગ્યની ટીમ દ્વારા ગામમાં દવાનો છંટકાવ સહિત આસપાસના રહેણાંક મકાનોમાં સ્પ્રેની કામગીરી કરવામાં આવી છે તેમજ સતત ગામમાં આરોગ્યની કામગીરી પર નજર રાખી રહ્યા છે....

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.