જસદણ નજીકના ઘેલા સોમનાથ ખાતે રૂ.૧૮૬ લાખના ખર્ચે મીનળદેવી મંદિરના ટૅકરી ઉપર વિકાસકામોનું મંત્રી બાવળીયાના હસ્તે લોકાર્પણ સાથૅ દાદાનૅ જળાભિષેક કરી ધન્યતા અનુભવી
૩.૬૫ મીટર પહોળાઈના પગથીયા,વિશ્રામ કુટીર, ગાર્ડન કમ્પાઉન્ડ હૉલ રેલિંગ બસ સૅવા વૃક્ષારોપણ સહિત કામોનો સમાવેશ કરાયૉ
(નરૅશ ચૉહલીયા દ્વારા જસદણ)
જસદણ નજીકના ઘેલા સોમનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા આવનાર શ્રદ્ધાળુઓને પુરતી સુવિધાઓ મળી રહે તે માટે રૂ.૧૮૬ લાખના ખર્ચે નવીનીકરણ થયેલા મીનળદેવી માતાજી મંદિરના વિકાસ કામોનું પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. મંદિરના પાછળના ભાગમાં વિકસાવવામાં આવેલા ગાર્ડનમાં વૃક્ષારોપણ કર્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લા પ્રવાસન વિકાસ સમિતિ દ્વારા અંદાજિત રૂ.૧,૮૬,૨૬,૦૦૦ ના ખર્ચે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. મીનળદેવી મંદિરનું રાજસ્થાની સેન્ડ સ્ટોનથી મારબલ ફ્લોરીંગ રૂ.૧૬,૯૦,૦૦૦ ના ખર્ચે, મીનળદેવી મંદિર ટેકરી ઉપર જવા માટે ૩.૬૫ મીટર પહોળાઈના પગથીયા તથા રેલીંગનું કામ રૂ.૪૪,૫૯,૦૦૦ ના ખર્ચે, રૂ.૬ લાખના ખર્ચે પગથીયાની બન્ને તરફ વચ્ચેના ભાગમાં વિશ્રામ કુટીર, રૂ.૪૪,૭૫,૦૦૦ ના ખર્ચે ટેકરીની ઉપરના સમસ્થળ ભાગમાં ગાર્ડન તથા બાળકો માટે રમતગમતની રાઈડ, રૂ.૨૫,૯૫,૦૦૦ ના ખર્ચે કમ્પાઉન્ડ વોલરૂ.૩.૪૦,૦૦૦ ના ખર્ચે પગથીયા પાસે સેન્ડ સ્ટોનની ડેકોરેટીવ આર્ચનું પ્રવેશદ્વાર, રૂ.૨ લાખના ખર્ચે મુખ્ય મંદિરમાં સાઉન્ડ લેવલથી ચડાવી શકાય તે અનુસારની વ્યવસ્થાના ધ્વજા દંડ શિખર ઉપરનું સ્ટીલ પ્લેટફોર્મ તથા શિખર ઉપર જવાની સ્ટીલ સીડી તેમજ રૂ.૨૧,૫૦,૦૦૦ ના ખર્ચે વોટર સપ્લાય માટે ડીપવેલ બોર સબમર્શીબલ પંપ, વોટર પંપ, વોટર સ્ટોરેજ ટેન્ક તથા વોટર સપ્લાય પાઈપ લાઈન અને રૂ.૨૧,૫૦,૦૦૦ ના ખર્ચે મીનળદેવી મંદિરના પાછળના ભાગમાં ક્રિડાંગણમાં તથા પગથીયા ઉપર ઈલેક્ટ્રીક પોલ, ડેકોરેટીવ સ્ટ્રીટ લાઈટ, ઈલેકટ્રીક પાવર સપ્લાયની સુવિધાઓ પુરી પાડવામાં આવશે. આ ઉપરાંત શ્રાવણ મહિનાના પ્રથમ સોમવાર નિમિત્તે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના જળાભિષેક કરી ધન્યતા અનુભવી હતી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.