શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવને બિલ્વપત્ર શ્રૃંગાર કરાયો.
શ્રાવણ માસના પ્રથમ સોમવારની સંધ્યા પર સોમનાથ મહાદેવને વિશેષ બિલ્વપત્ર શૃંગાર કરવામાં આવ્યો હતો.
સોમનાથ મહાદેવને શ્રાવણ શુક્લ પ્રતિપદા એટલેકે એકમ પર સોમનાથ મહાદેવને જન કલ્યાણની પ્રાર્થના સાથે બિલ્વપત્ર શૃંગાર કરવામાં આવ્યો હતો. સોમનાથ મહાદેવને બિલ્વપત્રોથી શૃંગાર કરવાની પ્રથા ખૂબ જ પ્રાચીન અને પવિત્ર માનવામાં આવે છે. બિલ્વપત્ર ભગવાન શિવને અત્યંત પ્રિય છે. અને તેમને બિલીપત્ર અર્પણ કરવાથી ભક્તોને ત્રણ જન્મના પાપ માંથી મુક્તિ મળે છે. બિલ્વપત્રને ત્રિદેવનું પ્રતિક માનવામાં આવે છે. તેના ત્રણ પર્ણમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતિનિધિત્વ કરે છે. બિલ્વપત્રમાં શાંતિ અને શુદ્ધિના ગુણો હોય છે. તેના દર્શન અને સ્પર્શથી મન શાંત થાય છે અને આધ્યાત્મિક પ્રગતિ થાય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.