લોકમેળાના યાંત્રિક રાઈડ્સ સંચાલકો દ્વારા ફરી હરરાજીનો બહિષ્કાર - At This Time

લોકમેળાના યાંત્રિક રાઈડ્સ સંચાલકો દ્વારા ફરી હરરાજીનો બહિષ્કાર


રાજકોટ લોકમેળા સમિતિ અને કલેકટર તંત્ર દ્વારા આગામી તા.24 ઓગષ્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડમાં આયોજીત કરાયેલા જન્માષ્ટમીના પાંચ દિવસીય લોકમેળાના રાઈડ્સ સંચાલકોએ આજે ફરી હરરાજીનો બહિષ્કાર કરી દીધો હતો.
અહીં એ ઉલ્લેખનીય છે કે ગત શનિવારે પણ રાઈડ્સ સંચાલકોએ એસઓપી માન્ય ન હોવાનું જણાવી આકરા નિયમોમાં છુટછાટ આપવાની માંગણી દોહરાવી હરરાજીનો બહિષ્કાર કર્યો હતો જે બાદ પ્રાંત-1 અધિકારી ડો. ચાંદનીબેન પરમાર દ્વારા આજે બપોરના 12 કલાકે રાઈડ્સ સંચાલકોને હરરાજી માટે ફરી બોલાવવામાં આવેલ હતા.
પરંતુ બે પ્લોટમાં ત્રણ રાઈડ્સ રાખવા દેવાની મંજૂરી આપવા તેમજ ફાઉન્ડેશન એનડીટી રીપોર્ટ જીએસટી નંબર ટીકીટના દરમાં વધારો સહિતની માંગણી નહિ સંતોષાતા રાઈડ્સ સંચાલકોએ આજે પણ હરરાજીનો બહિષ્કાર કર્યો હતો.
લોકમેળા માટે ગત શનિવારે 126 જેટલા સ્ટોલની ડ્રો મારફત ફાળવણી કરવામાં આવી હતી. જયારે રાઈડ્સ સંચાલકોની માંગ માંગણી પ્રશ્ર્નો પરત્વે વહીવટી તંત્ર દ્વારા બાંધછોડ નહી કરાતા યાંત્રિક રાઈડ્સના પ્લોટોની હરરાજી થવા પામી ન હતી. આ મામલે એમ્યુઝમેન્ટ એસો. અને રાઈડ્સ સંચાલકો હારૂનભાઈ શાહમદાર, જાકીરભાઈ સહિતનાએ જણાવ્યું હતું કે તેમની માંગણીઓ- પ્રશ્ર્નો અંગે આજે પ્રાંત-1 અધિકારી ચાંદનીબેન પરમારને મળતા તેઓએ જણાવ્યું હતું કે એસઓપીમાં બાંધછોડ કરવી એ તેમની સત્તા નથી. જો એસઓપીમાં અને આકરા નિયમોમાં બાંધછોડ ન કરાતી હોય તો તેઓ માટે હરરાજીમાં ભાગ લેવો મુશ્કેલ છે.
રાઈડ્સ સંચાલકોની સાથે ખાણીપીણીના બી-1 કોર્નર તેમજ ચોકઠાની હરરાજી આજે થઈ શકી ન હતી. ગત વર્ષે પણ રાઈડ્સ સંચાલકોએ લોકમેળાના પ્લોટ માટેની હારાજીનો પ્રારંભીક તબકકે બહિષ્કાર કર્યો હતો પરંતુ પાછળથી હરરાજીમાં બેસી ગયા હતા. જયારે આ વખતે ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ લોકમેળા માટે આકરી એસઓપી અમલી બનાવાતા રાઈડ્સ સંચાલકોએ તેની સામે નારાજગી બતાવી નિયમોમાં છુટછાટ આપવાની માંગણી સતત દોહરાવી રહ્યા છે.
લોકમેળા માટે ખાણીપીણીના બી-1 કોર્નર પ્લોટ તેમજ યાંત્રિક રાઈડ્સ, કેગેટગરી ઈ-એફ, જી.એચ. પ્લોટ તેમજ બોકસ ચોકઠાની હરરાજી આજે પણ રાઈડ્સ સંચાલકોએ બહિષ્કાર કરતા થઈ શકી ન હતી. જયારે બીજી તરફ રાઈડ્સ સંચાલકો પોતાની માંગણી પ્રત્યે અડગ રહેવા પામેલ છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.