બરવાળા તાલુકાના ભીમનાથ ગામે નિલકા નદિના કાંઠે આવેલુ પાંચ હજાર વર્ષ પુરાણુ પાંડવ કાલીન ભીમનાથ મહાદેવ મંદિર આવેલુ છે. ત્યારે ભીમનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ ના પ્રથમ સોમવારે ભીમનાથ મહાદેવ મંદિર હરહર મહાદેવના નાદથી ગુંજી ઉઠયું હતું અને વહેલી સવારથી મોટી સંખ્યામાં ભાવિક ભકતોએ ભીમનાથ મહાદેવ ના દર્શન કરી ધન્યતા અનુભવી
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ભીમનાથ ગામે પૌરાણિક ભીમનાથ મંદિર આવેલું છે આ મંદિર પાંડવકાલીન સમયનું છે, ત્યારે આજે શ્રાવણ માસના પ્રથમ દિવસ અને એમાં પણ ખાસ સોમવાર ના દિવસે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો મહાદેવના દર્શને ઉમટયા હતા અને મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે ભીમનાથ મહાદેવ મંદિર ના ઈતિહાસ વિષે વાત કરી તો ભીમનાથ મહાદેવ મંદિર જે પાંચ હજાર વર્ષ પહેલાં જયારે પાંડવો વનવાસ મા હતા ત્યારે અર્જુન ને શીવ ની પૂજા કર્યા બાદ ભોજન કરવાની પ્રતિજ્ઞા હતી જેથી જંગલ મા ક્યાંય શીવ મંદિર જોવા ન મળ્યું ત્યારે ભીમ ને ભુખ લાગેલ માટે તેણે એક શીવ આકાર નો પથ્થર જાળ ના ઝાડ નીચે પથ્થર મુકી તેની પર પુષ્પો ચડાવી અર્જુન ને કહેલ કે અહી શીવ છે અને હમણાં કોઈએ પૂજા કરી હોય તેવુ લાગે છે ત્યારે અર્જુને બાજુમાં આવેલી નિલકા નદી માથી પાણી લાવી શીવની પૂજા કરી અને ત્યાર બાદ બધા ભોજન કર્યું હતું ભોજન કર્યા બાદ ભીમે કહ્યુ કે એ તો મે પથ્થર મુકેલ તેમ કહી પથ્થર પર ગદા મારતા શીવ પ્રગટ થયા અને દુધનો અભિષેક થયો ત્યારથી ભીમનાથ મહાદેવ નામ પડ્યું નિલકા નદીના કિનારે આવેલું સિદ્ધપીઠ ભીમનાથ મહાદેવ મંદિર ખાતે બારે માસ અન્નક્ષેત્ર ચાલુ રાખવામાં આવે છે મહાદેવજીના દર્શનાર્થે આવતા ભાવિક ભક્તો પસાદ લઈને પાવન થાય છે મંદિર ખાતે શ્રાવણ માસ દરમ્યાન સાતમ-આઠમ, પૂનમ અને ભાદરવી અમાસના દિવસે આનંદમેળો યોજાય છે આજે શ્રાવણ માસના પ્રથમ દિવસે અને પ્રથમ સોમવારે ભીમનાથ મહાદેવ મંદિરે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટયા છે અને હર હર મહાદેવ ના નાદ થી ભીમનાથ મહાદેવ મંદિર ગાજી ઉઠયું.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.