શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો શણગાર કરાયો - At This Time

શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો શણગાર કરાયો


ભગવાન શિવજીની આરાધનાના પર્વ એવાં પવિત્ર શ્રાવણ મહિનાની આજથી શરૂઆત થઈ ગઈ છે. ઠેર-ઠેર શિવ ભક્તો શિશ ઝૂકાવી શિવજીને પ્રસન્ન કરી રહ્યા છે આજે સોમવારથી જ શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે. ત્યારે વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપલક્ષમાં સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણ માસના પવિત્ર સોમવારે તા.05-08-2024 રોજ શ્રીકષ્ટભંજનદેવને શિવજી અને કેદારનાથ મંદિરની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવાયા છે અને સિંહાસને હિમાલયનો વિશેષ શણગાર કરાયો છે. આજે સવારે શણગાર આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)દ્વારા કરવામાં આવી હતી શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાન તેમજ દર સોમવારે શ્રી નીલકંઠ મહાદેવ મંદિર ખાતે દરરોજ પવિત્ર બ્રાહ્મણો દ્વારા સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન શિવપૂજન કરવામાં આવશે સમય દરરોજ સવારે ૭ થી ૧૦ વાગ્યે આયોજન કરવામાં આવેલ હરિપ્રકાશ સ્વામીએ હનુમાનજી મંદિર પરિસરમાં સ્થિત નિલકંઠ મહાદેવ મંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે હરિપ્રકાશ સ્વામીએ શિવજીની પૂજા કરીને ભક્તો માટે મંગલ કામના કરી હતી શ્રાવણ માસ દરમિયાન શ્રીહરિ મંદિર દિવ્ય હિંડોળાના આ અનેરા દર્શનનૉ લાભ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કરેલ.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.