વિદેશી દારૂના ધંધાર્થીઓ પર પણ પોલીસની સ્ટ્રાઈક: ચાર દરોડામાં 145 બોટલ પકડી
વ્હેલી સવારે દેશીદારૂના ધંધાર્થી પર પોલીસે દરોડા પાડયા હતા. સાથે સાથે શહેર પોલીસે વિદેશી દારુના ધંધાર્થી પર પણ ધોંસ બોલાવી ચાર દરોડામાં 145 બોટલ સાથે ચાર શખ્સોને દબોચી રૂા.1.12 લાખનો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી કરી હતી. દરોડામાં ક્રાઈમ બ્રાન્ચ, ગાંધીગ્રામ, યુનિ.પોલીસે કામગીરી કરી હતી.
દરોડાની વિગત મુજબ ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ એમ.જે.હુણ ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડકોન્સ. કિરતસિંહ ઝાલા, કોન્સ. નગીનભાઈ ડાંગરને મળેલ ચોકકસ બાતમીના આધારે ભંગડા ગામના પાટીયા પાસેથી દારુની 96 બોટલ સાથે પ્રદીપ બાબર ધાંધલ રહે.ભંગડા, રાજકોટને દબોચી રૂા.47700નો મુદામાલ કબ્જે કર્યો હતો. તેની પુછતાછમાં દારુનો જથ્થો પાળીયાદના ચોરાવીરા ગામના હરેશ શાંતુ જેબલીયા પાસેથી મંગાવ્યો હોવાની કબુલાત આપતા પોલીસે સપ્લાયરની શોધખોળ હાથ ધરી હતી.
બીજા દરોડામાં ગાંધીગ્રામ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે કોન્સ. પ્રશાંત ગજેરા, મુકેશ સબાડ, રોહીતદાન ગઢવી સહિતના સ્ટાફને મળેલ ચોકકસ બાતમીના આધારે 150 ફુટ રીંગરોડ પર શીતલ પાર્ક મેઈન રોડ પરથી એકસેસ લઈ જતા કિર્તીસિંહ ગમનજી સોલંકી (ઉ.35) રહે.શાસ્ત્રીનગર, શેરી નં.7ને અટકાવી એકસેસમાં તપાસ કરતા તેમની પાસેથી દારુની 40 બોટલ મળી આવતા રૂા.34400નો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી કરી હતી.
જયારે યુનિ.પોલીસની ટીમે પ્રેમમંદિર પાસે પોસ્ટઓફીસ સામેથી પ્રદીપ ઉર્ફે પદીયો મનોજ બારૈયા (ઉ.19)રહે. સાધુવાસવાણી રોડ, રાજીવ ગાંધી આવાસ યોજનાને દારૂની એક બોટલ સાથે ઝડપી લઈ કાર્યવાહી કરી હતી. ઉપરાંત યુનિ. પોલીસે સાધુ વાસવાણી રોડ, રાજનગર ચોક પાસેથી તુષાર કનૈયાલાલ ગણાત્રા રહે. હરીનગર શેરી નં.6, તુલસી બગીચાની સામે, રૈયા ટેલીફોન એકસચેંજ પાસેને દારૂની આઠ બોટલ સાથે ઝડપી દારૂ અને એક બાઈક મળી રૂા.30800નો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી કરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.