ટોરેન્ટ પાવર દ્વારા મહિલાને કેસ કરી જેલમાં મોકલી દેવાની ધમકી આપી રૂપિયા 72000 ખંખેરી લીધા હતા. - At This Time

ટોરેન્ટ પાવર દ્વારા મહિલાને કેસ કરી જેલમાં મોકલી દેવાની ધમકી આપી રૂપિયા 72000 ખંખેરી લીધા હતા.


અમદાવાદ સહિત રાજ્યમાં ટોરેન્ટ પાવર દ્વારા ગ્રાહકોને મોંથા ભાવની વીજળી અપાતા અને તેના પર વસુલાતો સરકારી કર પણ વીજળી કંપની નહીં, પરંતુ ગ્રાહકોને માથે ઢોળી દેવાતા ગ્રાહકોમાં વ્યાપક અસંતોષ ફેલાયો છે. બીજીબાજુ અમદાવાદના સરખેજ વિસ્તારમાં મકરબાની એક મહિલા ગ્રાહકને વીજ ચોરી કર્યાનું જણાવી રૂ.૧૧૮૭૦૦/- જેટલી દંડનીય બિલ ફટકારી દેવાતા ગ્રાહકોમાં ફફડાટ ફેલાયો છે.ત્યારે સ્થાનિક સામાજિક કાર્યકર ટોરેન્ટ પાવરના ગ્રાહકોને જાગૃત કરી ગ્રાહકોના હિતમાં ન્યાયિક કાર્યવાહી કરવા ચીમકી ઉચ્ચારી છે.ટોરેન્ટ પાવરના ગ્રાહકોને કરાતી ખોટી રીતે કનડગત સામે લડત
આપવા એક સંગઠન ઉભું કરી એક રેલીનું આયોજન કરાશે તેમ સામાજિક કાર્યકર-રમજુભાઈએ જણાવ્યું છે.

અમદાવાદના સરખેજના મકરબા વિસ્તારમાં રહેતા સામાજિક કાર્યકર- રમજુ ભાઈએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં ટોરેન્ટ પાવર દ્વારા ગ્રાહકને મોંઘા ભાવની વીજળી અપાતા અને ટોરેન્ટ પાવરની વધતી જતી દાદાગીરી સામે રાજ્ય સરકારે નોંધ લેવી જોઈએ અને પ્રજાહિત માટે ટોરેન્ટ પાવરની સામે અન્ય વીજ કંપનીઓનો વિકલ્પ આપવા પ્રબળ માંગ કરી છે.

મહિલા ગ્રાહક સર્વિસ ન.૧૦૦૧૪૮૫૮૬ને ત્યાં ટોરેન્ટ પાવર દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું ત્યારે સીલ તૂટેલું અને મીટર બળેલું જોવા મળ્યું .આ બાબતે ગ્રાહકનું કહેવું છે કે અમારી પાસે પુરાવો કે,ટોરેન્ટવાળાઓએ જાતે જ સીલ તોડેલ હતું.એક સમયે ટોરેન્ટ મીટર સાથે કનેક્ટેડ એમસી સ્વિચ બળી ગઈ હતી.આથી આ અંગે અમે ટોરેન્ટ પાવરમાં ફરિયાદ કરી હતી.આ ફરિયાદના અનુસંધાને ટોરેન્ટ પાવરના કર્મચારીઓ દ્વારા એમસી સ્વિચ બદલવા માટે ટોરેન્ટ પાવરના કર્મચારીઓ દ્વારા જ મીટર નું સીલ તોડવામાં આવ્યું હતું અને સ્વીચ બદલ્યા બાદ આવેલ કર્મચારીઓ જ મીટરને સીલ મારેલ નહિ અને ખુલ્લું જ મૂકી જતાં રહ્યાં હતા. ત્યારબાદ મહિના-પંદર દિવસ બાદ ટોરેન્ટ પાવરના કર્મચારીઓ આવ્યા જુનું મીટર કાઢી તેની જગ્યાએ નવું મીટર નાંખી ગયા હતાં.આ સાથે જ ગ્રાહક ને 1,18,700 રૂપિયા નો દંડ પણ ફટકાર્યો હતો એમ કહીને કે મીટર નું સીલ તુટેલું છે અને તમે વીજ ચોરી કરી છે. ગ્રાહકે આવેલ ટોરેન્ટ પાવરના કર્મચારીઓ ને મીટરના સીલ તૂટવા અંગેની સર્વ હકીકત જણાવી પરંતુ આવેલ કર્મચારીઓ એ ગ્રાહકનો એક પણ શબ્દ સાંભળ્યો ન હતો. જ્યારે ગ્રાહકની કોઈ પણ વાત ટોરેન્ટ પાવરના કર્મચારીઓ સાંભળવા તૈયાર નાં થયાં અને દંડ પેટે ભારે રકમનાં લાલ બીલ પર સહી કરાવી લીધી ત્યારે મહિલાનાં પતિએ કર્મચારીઓ ને ચેતવણી રૂપે કહ્યું હતું કે આ અંગે હું પોલીસ સ્ટેશનમાં એફઆરઆઈ નોંધાવીશ,આવી ટોરેન્ટ પાવરની મનમાની બીલકુલ ચલાવી નહીં લઈએ. ત્યારે આવેલ ટોરેન્ટ પાવરના કર્મચારીઓ એ ગ્રાહકને ધમકી આપતાં કહ્યું કે તમારે જે કરવું હોય તે કરી લેજો અને હા,તમે કંઈ પણ કાયદેસર કાર્યવાહી કરવા જશો તો તમારી વીજ લાઈન તરત જ કાપી નાખવામાં આવશે, ત્યાં સુધી જ્યાં સુધી તમારા દ્વારા કરવામાં આવેલા કેસનો નિકાલ નહી આવે. એટલે કે કેસના ચૂકાદા સમય સુધી તમારે વગર લાઈટે રહેવું પડશે.જો તમારે લાઈટ જોઈતી હોય તો તમારે દંડની રકમ તો ભરવી જ પડશે.અને તમારે આ બધું ન કરવું હોય તો તમો અમને ૭૨૦૦૦ રૂપિયા આપો તો તમારું જે કઈ હશે તે પતાવી દઈશું.

સ્થાનિક સામાજિક કાર્યકરે ટોરેન્ટ પાવરના ગ્રાહકોનું જાગૃત કરી ગ્રાહકોના હિતમાં ન્યાયિક કાર્યવાહી કરવા ચીમકી ઉચ્ચારી છે.

દરમ્યાન,સરખેજ મક્તમપુરા સહિત અમદાવાદમાં ટોરેન્ટ પાવરની વધતી જતી ખોટી દાદાગીરી અને ગ્રાહકોનો અવાજ દબાવી દેવાના પ્રયનો સામે લડત આપવા એક ન્યાય સમિતિ ઉભી કરવામાં આવશે, તો આ માટે ન.+91 99243 16731 ઉપર સમ્પર્ક કરવા સામાજિક કાર્યકર -રમજુભાઈએ જણાવ્યું છે.

ટોરેન્ટ પાવર દ્વારા ગ્રાહકોને ખોટી રીતે કરાતી કનડગત સામે રાજ્ય સરકાર દરમ્યાનગીરી કરી ન્યાય આપાવે તેવી હૈયા વરાળ મહિલા ગ્રાહકે ઠાલવી છે.

આજે વીજળી દરેક વ્યક્તિના જીવનમાં અભિન્ન હિસ્સો બની ગયો છે અને આનો ફાયદો વીજપ્રદાન કરતી કંપનીઓ દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે એવી પણ હૈયા વરાળ ગ્રાહક દ્વારા ઠાલવવામાં આવી હતી.

SAURANG THAKKAR
A'BAD JILLA BUREAU CHIEF


9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.