મુળી ના સરલાનો પુર્વ સરપંચ કાનજી ઉદેશા એકલાખ ના વિદેશી શરાબ સાથે ઝડપાયો
*સરલા નો પુર્વ સરપંચ કાનજી ઉદેશા વિદેશી દારૂ સાથે ઝડપાયો*
*સ્થાનિક પોલીસ ને ઉંઘતી રાખી એલ.સી.બી. ની કાર્યવાહી*
મુળી ના સરલા નો પુર્વ સરપંચ અને ભાજપ સાથે જોડાયેલા ને વિદેશી દારૂ સાથે તેની જ વાડીમાં રેડ પાડતા ઝડપાઈ ગયો છે સરલા ના પુર્વ સરપંચ કાનજીભાઈ ભાવાભાઈ ઉદેશા ઉર્ફે કાનજી ઠાકોર તેની વાડીમાં વિદેશી શરાબ નો સંગ્રહ કરેલ હોય અને વેચાણ કરતો હોય ની બાતમી સુરેન્દ્રનગર જિલ્લા એલ.સી.બી. ને મળતા રેડ કરવામાં આવી હતી જેમાં અલગ અલગ બ્રાન્ડ ની કુલ ૨૩૨બોટલો જેની કીંમત એકલાખ થી વધુ નો મુદામાલ ઝડપી પાડવામાં આવેલ છે આરોપી તાલુકા ભાજપ સાથે સંકળાયેલ હોય અનેક રાજકીય આગેવાનો એ ભલામણ ના ફોન નો મારો ચલાવ્યો હતો પરંતુ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે અને ભાજપ આગેવાન એવા પુર્વ સરપંચ કાનજી ભાઈ ભાવાભાઈ ઉદેશા અને અજય ઉર્ફે મડીયો શંભુભાઈ બંને રે.સરલા મુળી સામે કેસ દાખલ કરવામાં આવેલ છે જેમાં જિલ્લા એલ.સી.બી. ટીમના હનુમંતસિહ સંગ્રામજી જાડેજા પી.એસ.આઈ અને યુવરાજસિંહ બળદેવસિંહ જાડેજા અને આર.જી.ઝાલા એ.એસ.આઈ. અને પ્રવિણભાઈ તથા કીશનભાઈ વગેરે સ્ટાફ દ્વારા વિદેશી શરાબ ની બોટલો અને આરોપી ની ધરપકડ કરવામાં આવી હતી
9825547085
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.