લોકમેળો :સ્ટોલની સંખ્યા 342 માંથી 165 કરી નાખતા કલેકટર - At This Time

લોકમેળો :સ્ટોલની સંખ્યા 342 માંથી 165 કરી નાખતા કલેકટર


રાજકોટ લોકમેળા સમિતી અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગામી તા.24 થી 28 ઓગષ્ટ દરમિયાન રેસકોર્સ ગ્રાઉન્ડમાં આયોજિત કરાયેલા લોકમેળામાં સ્ટોલની સંખ્યા ઘટાડીને 165ની કરી નખાતા લોકમેળાની મજા બગડે તેવા સંજોગોનું નિર્માણ થવા પામેલ છે.લોકમેળામાં ગત વર્ષે રમકડા ખાણી-પીણી અને રાઈડ્સના મળી કુલ 342 સ્ટોલ-પ્લોટ રખાયા હતા.
તેમજ સામાજિક સંસ્થાઓના 13 મળી કુલ 355 પ્લોટ હતાં. પરંતુ ટી.આર.પી.ગેમઝોન અગ્નિકાંડ બાદ કલેકટર દ્વારા આ વખત લોકમેળાના સ્ટોલ પ્લોટની સંખ્યામાં કાપ મૂકી સ્ટોલ પ્લોટની સંખ્યા 165 કરી નાખવામાં આવી છે.
જેમાં સીકેટેગરીમાં ખાણી પીણીના ગત વખતે 14 સ્ટોલ હતા તેમાં ઘટાડો કરી 6 કરવામાં આવેલ છે તેમજ આ પ્લોટના ભાવમાં વધારો કરી રૂ।2 હજાર માંથી 40 હજાર કરવામાં આવેલ છે. જે કેટેગરીમાં મધ્યમ માટે ગત વખતે ચાર પ્લોટ હતાં. તેમાં કામ મૂકી ત્રણ કરવામાં આવેલ છે. આ પ્લોટના ભાવ રૂ।0 હજારથી વધારી રૂ।5 હજાર કરવામાં આવેલ છે.કે કેટેગરીમાં મધ્યમ ગત વખતે 10 હતી તેમાં આ વખતે વધારો કરી 15 કરવામાં આવી છે.
તો સાથે તેના પ્લોટના ભાવ 10 હજારથી વધારી રૂ।5 હજાર કરવામાં આવેલ છે.આવી જ રીતે કે કેટેગરીમાં ચકરડી મધ્યમ ગઈ વખતે 10 હતી આ વખતે 15 થઈ છે એમા વધારો થયો. ભાવ અગાઉ 10 હજાર હતા આ વખતે 15 કે કેટેગરીમા ચકરડી નાની ગઈ વખતે 20 હતા આ વખતે 12 થઈ, ભાવ અગાઉ 13 હજાર હતા આ વખતે 15 સ્ટોલ ગઈ વખતે 2 હતા આ વખતે 3 થયા છે, એમા વધારો થયો. ભાવ અગાઉ 25 હજાર હતા આ વખતે 25 હજાર થયા કેટેગરીમા ખાણીપીણી સ્ટોરના ગઈ વખતે 32 હતી આ વખતે 24 થઈ, ભાવ અગાઉ 20 હજાર હતા આ વખતે 20 હજાર થયા.કેટેગરીમા યાંત્રીક ગઈ વખતે 6 હતી આ વખતે 2 થઈ, ભાવ અગાઉ 20 હજાર હતા આ વખતે 20 હજાર થયા, એફ યાંત્રિક ગઈ વખતે 4 હતી આ વખતે 2 થઈ, ભાવ અગાઉ 20 હજાર હતા
આ વખતે 20 હજાર થતા, કેટેગરીમા યાંત્રિક ગઈ વખતે 10 હતી આ વખતે 15 થઈ, એમા વધારો થયો. ભાવ અગાઉ 20 હજાર હતા આ વખતે 20 હજાર થયા,2 કેટેગરીમા યાંત્રિક ચકરડી પ્લોટ ભાવ 20 હજાર હતા. આ આખી કેટેગરી કાઢી નાખી,એચ યાંત્રિક ગઈ વખતે 9 હતી આ વખતે 6 થઈ,. ભાવ અગાઉ 20 હજાર હતા આ વખતે 20 હજાર થયા,એક્સ આઈસ્ક્રીમ ચોકઠા ગઈ વખતે 16 હતી આ વખતે 11 થયા, એમા વધારો થયો. ભાવ અગાઉ 30 હજાર હતા આ વખતે 30 હજાર થયા, વાય કેટેગરી 3 ફૂડ કોર્ટ હતા. ભાવ 20 હજાર હતા તેની આખી કેટેગરી કાઢી નાખી,ઝેડ ટી કોર્નર ગઈ વખતે 1 હતી આ વખતે 1 થઈ, ભાવ અગાઉ 30 હજાર હતા આ વખતે 30 હજાર થયા.
દરમિયાન ગઈકાલે કલેકટર કચેરી ખાતે કલેકટર પ્રભવજોષીના અધ્યક્ષસ્થાને યોજાયેલ લોકમેળા સમિતીની બેઠકમાં કલેકટર પ્રભવ જોષીએ જણાવ્યું હતું કે આ વર્ષનો મેળો વધુ સુરક્ષિત અને સગવડભર્યો બને તે માટે વહીવટીતંત્ર જહેમત ઉઠાવી રહયું છે. વીમાની રકમ ગયા વર્ષે પાંચ કરોડની હતી, જે આ વર્ષે વધારીને સાડા સાત કરોડની કરાઇ છે. ગત વર્ષની 3 એમ્બ્યુલન્સ સામે આ વર્ષે પાંચ એમ્બ્યુલન્સ અને ગત વર્ષના 3 ફાયર ફાઇટરને બદલે આ વર્ષે પાંચ ફાયર ફાઇટરની વ્યવસ્થા મેળા માટે કરાઇ છે.
રોજના 100 સિકયોરિટી સ્ટાફને બદલે આ મેળામાં રોજના 125 સિકયોરિટી સ્ટાફ તૈનાત રહેશે. લોકોની અવરજવરની સુગમતા માટે સ્ટોલ્સની સંખ્યામાં 30 ટકાનો ઘટાડો કરાયો છે. 11.30 વાગ્યે લોકમેળાની એન્ટ્રી બંધ કરી દેવાશે. મેળાની સફાઇ કરનાર કર્મચારીઓનું સન્માન કરવામાં આવશે. મેળામાં થતા અવાજની ડેસીબલની માત્રા પર ચાંપતી દેખરેખરાખવામાં આવશે. વાસી ખોરાકનો સ્થળ પર જ નાશ કરવામાં આવશે.
સાંઢિયો પુલ બંધ હોવાથી ટ્રાફિક અને પાર્કીંગની વધુ સુગમ વ્યવસ્થા કરાશે. મેળાના પ્રત્યેક સરકારી સ્ટોલ્સના આંતરિક સંપર્ક માટે ઇન્ટરકોમ અને વોકીટોકીથી સજ્જ કરાશે. આ ઉપરાંત, મેળાની કાયદો વ્યવસ્થા, સુરક્ષા, સીસીટીવી, સિક્યુરિટી તથા જાહેરાતોના બેનર્સ, ડ્રો તથા હરરાજી, ઈલેક્ટ્રીક લાઈટ તથા સાઉન્ડ, સાંસ્કૃતિક કાર્યક્રમમાં, સ્ટેજ બાંધકામ, મેળામાં સફાઈ, ભાવ પત્રક નિયમન સમિતિ, પ્રદૂષણ નિયંત્રણ સમિતિ, કર સમિતિ તથા દબાણ સમિતિના કામોની સમીક્ષા કરાઈ હતી. ઉપરાંત યાંત્રિક રાઈડની ચકાસણી માટે પણ સમિતિની રચના કરાઈ છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.