પત્રકારની સમય સૂચકતાથી અસારવા સિવિલ હોસ્પિટલમાં ફાયર ટીમે બિલાડીના બચ્ચાને પાંચમા માળથી રેસ્ક્યુ કરી આપ્યું નવજીવન.
તારીખ ૩૧ જુલાઈ ૨૦૨૪ ના રોજ સવારે ૯ :૨૦ કલાકે અમદાવાદ અસારવા વિસ્તારમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા વોર્ડના પાંચમા માળે એક બિલાડી નું બચ્ચું બારીના છજા ઉપર ઉતરી ગયું અને ફસાઈ ગયું હતું પરંતુ આ જગ્યાએ થી બિલાડી નું બચ્ચું પરત કોઈ જગ્યા એ જઈ શકે એમ ન હતું...અને પાંચમા માળે એક જાગૃત પત્રકાર કેયુર ઠકકર જે જીવદયા રાખી તેમણે આ બિલાડી નું બચ્ચું ફસાયેલ જોઈ બિલાડીના બચ્ચાને બચાવવા જીવદયાના કામ કરતાં અશોક સક્પાલ પાસે સાથે મદદ માંગી હતી... અશોકભાઈએ પત્રકારને ફાયર વિભાગને ૧૦૧ નંબર ઉપર કોલ કરી તાત્કાલિક માહિતી મોકલી આપવા જણાવ્યું હતું,
ફાયર વિભાગે કોલ મેસેજ કરતાંની ગણતરીની મિનિટમાં ફાયર ટીમના જવાનો જરૂરી સાધનો સાથે સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે પહોંચી ગયા હતા,
ફાયર ટીમ ના જવાનોએ સિવિલ હોસ્પિટલ પહોંચી ફસાયેલ બિલાડી ના બચ્ચાને બચાવવા પહેલાં તો ચારેય બાજુથી નિરીક્ષણ કરી અને ધાબા ઉપર પહોંચી પરિસ્થિતિ નો તાગ મેળવ્યો અને કઈ રીતે બિલાડી ના બચ્ચાંને બચાવી શકાય એમ છે અને પછી શરૂ થયું બિલાડી નું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન...
સિવિલ હોસ્પિટલ ની સિક્યુરિટી સ્ટાફ નીચે ફાયર ટીમ દ્વારા આપેલ જાળી પકડી ઉભા રહ્યા હતા અને ફાયર ટીમના જવાનો ટ્રોમા વોર્ડ ના ધાબે જઈને એક ફાયર જવાન કમ્મરમાં ફાયર વિભાગનો ખાસ પ્રકારનો સેફ્ટી બેલ્ટ અને રસ્સાની મદદથી પાંચમા માળની બારીના છજા ઉપર ઉતરી બિલાડીના બચ્ચાને બચાવવા પકડી લીધું હતું અને આ બિલાડી નું બચ્ચું ડર ના કારણે ફાયર વિભાગના જવાન ના હાથમાં નખ મારી છટકી ગયું પછી બિલાડી નું બચ્ચું મરણિયો જંગ ખેલી પોતાના થી શક્ય ન હતું તો પણ ભગવાન ભરોશે અંદાજે ૭ થી ૮ ફૂટ લાંબો કૂદકો મારી બીજી તરફ અન્ય બારીના છજા ઉપર ચાલ્યું ગયું હતું...પણ ફાયર ટીમ પણ હાર ના માની અને બીજી તરફ ના છજા ઉપર ફાયર જવાન ને ઉતર્યો અને બિલાડી ના બચ્ચાનું સફળતા પૂર્વજ રેસ્ક્યુ કરવા આવ્યું હતું,
આ બિલાડી ના બચ્ચા ને રેસ્ક્યુ કરી બચવા નરોડા ફાયર સ્ટેશન થી મુકેશભાઈ અને સાથે તેમની ટીમ જોડાઈ હતી અને સફળતા પૂર્વક આ જીવદયા નો કોલ પૂરો કરવા બદલ ખુબ ખુબ આભાર,
આ રેસ્ક્યુમાં સિવિલ હોસ્પિટલના સિક્યુરિટી ના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા જીવદયા અર્થે સંપૂર્ણ સહિયોગ આપ્યો હતો એ બદલ ખુબ ખુબ આભાર,
આ બિલાડી ના બચ્ચા ને રેસ્ક્યુ કરી બચાવવા ફાયર વિભાગ ને કોલ આપનાર પત્રકાર કેયુરભાઈ ઠકકર કોલ સંપૂર્ણ રીતે સફળતા પૂર્વક પૂર્ણ થયો ત્યાં સુંધી ફાયર ટીમ સાથે હાજર રહ્યા હતા.
Report by :- Keyur Thakkar
Ahmedabad
9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.