સફાઈ કર્મચારીઓની માંગ પૂરી ન થતાં મનપામાં અચાનક ધરણાં
મ્યુનિસિપલ કમિશનર સાથે બેઠક થઈ પણ નીતિ વિષયક બાબત હોવાનું કહેતાં મામલો ગરમાયો
રાજકોટ મહાનગરપાલિકાની કચેરીએ સફાઈ કામદારો વિવિધ માંગ સાથે પહોંચ્યા હતા અને કમિશનર સાથે બેઠક કરી હતી. જોકે બાદમાં માગો સંતોષાય તેવા કોઇ એંધાણ ન દેખાતા કચેરીમાં રામધૂન બોલાવી હતી.
રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કર્મચારીઓની ભરતી અને કામગીરીને લઈને અનેક વિવાદો ચાલી રહ્યા છે. અલગ અલગ મોરચા અલગ અલગ પ્રકારે રજૂઆતો કરી રહ્યા છે. આ પૈકી એક મોરચો બુધવારે મનપા કચેરીએ પહોંચ્યો હતો. સફાઈ કામદારોએ રાજીનામા મંજૂર કરવા, ભરતીના નિયમોમાં ફેરફાર, વારસદારોને નોકરી સહિતની માગો મ્યુનિસિપલ કમિશનર સમક્ષ મૂકી હતી. કમિશનર સાથે અલગ અલગ મુદ્દાઓ પણ લાંબી ચર્ચા ચાલી હતી. જેમાં કમિશનરે નીતિ વિષયક નિર્ણય હોવાથી જનરલ બોર્ડમાં મુકાશે તેવું જણાવ્યું હતું. બહાર નીકળતી વખતે પ્રશ્નોનો યોગ્ય ઉકેલ નથી અપાયો તેવું કહેતા સફાઈ કર્મચારીઓ કચેરીમાં જ ધરણાં પર બેસી ગયા હતા. ત્રણ કલાક સુધી મામલો ગરમાયેલો રહ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.