હિમાચલમાં વિદેશી ટૂરિસ્ટોનો અશ્લીલ ડાન્સ, VIDEO:કસોલમાં વિદેશી ટૂરિસ્ટોએ નશામાં ધૂત થઈને ડાન્સ કર્યો, DSPએ કહ્યું- આ અશ્લીલતા, દેખરેખ રાખીશું - At This Time

હિમાચલમાં વિદેશી ટૂરિસ્ટોનો અશ્લીલ ડાન્સ, VIDEO:કસોલમાં વિદેશી ટૂરિસ્ટોએ નશામાં ધૂત થઈને ડાન્સ કર્યો, DSPએ કહ્યું- આ અશ્લીલતા, દેખરેખ રાખીશું


હિમાચલના કુલ્લુ જિલ્લામાં આવતા પ્રખ્યાત ટૂરિસ્ટ પ્લેસ કસોલનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં થોડા ટૂરિસ્ટ અશ્લીલ ડાન્સ અને નશો કરતા જોવા મળી રહ્યા છે. ઉત્તરાખંડ નામથી બનેલા અકાઉન્ટે X પર આ વીડિયો શેર કર્યો છે. જોકે, આ વીડિયો ક્યારનો છે તેની ભાસ્કર પુષ્ટિ કરતું નથી. X પર ઉત્તરાખંડ અકાઉન્ટ તરફથી લખવામાં આવ્યું- નગ્નતા, ડ્રગ્સ અને અશ્લીલતાનું મિશ્રણ. હિમાચલ પ્રદેશ નિવાસી પણ રાજ્યને દેવભૂમિ કહે છે, પરંતુ કસોલ પાર્વતી વેલીમાં આવાં દૃશ્યો દેખાવા સામાન્ય છે. શું થોડા રૂપિયા માટે સભ્યતા, સંસ્કૃતિ ખતમ કરવું તે યોગ્ય છે? ત્યાં જ, વીડિયો સામે આવ્યા પછી વિશ્વ હિન્દુ પરિષદે આંદોલનની ચેતવણી આપી છે. DSPએ કહ્યું- વીડિયો લેટેસ્ટ નથી
વીડિયો સામે આવ્યા પછી કુલ્લુના DSP રાજેશ કુમાર સાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું કે વીડિયો લેટેસ્ટ હોય એવું લાગતું નથી. છતાંય પોસ્ટ ઇન્ચાર્જને કસોલ એરિયાની દેખરેખ અને આ પ્રકારની ગતિવિધિઓ ઉપર નજર રાખવાનો આદેશ આપ્યો છે. ઇઝરાયલના ટૂરિસ્ટોની પહેલી પસંદ કસોલ
કસોલમાં મોટાભાગે વિદેશી ટૂરિસ્ટ આવે છે. આ ઇઝરાયલના લોકોની પહેલી પસંદ છે. આ એરિયા ડ્રગ્સના કારણે દુનિયાભરમાં ખૂબ જ બદનામ છે. પરંતુ છેલ્લા થોડા સમયથી હવે સોશિયલ મીડિયા પર અશ્લીલ વીડિયો પોસ્ટ કરવામાં આવી રહ્યા છે. કસોલના સુંદર જંગલમાં નાઇટ મૂન પાર્ટી પણ સામાન્ય થઈ ગઈ છે. પૂર્વ SPએ કહ્યું- પ્રકૃતિની આડમાં ડ્રગ્સ અને અશ્લીલતા
કુલ્લુના પૂર્વ અને નિવૃત્ત એસપી જગત રામે કહ્યું કે કસોલ ડ્રગ્સના કારણે આખી દુનિયામાં કુખ્યાત છે. અહીં પ્રવાસીઓ નશો કરવા માટે આવે છે. કાસોલમાં નાઇટ મૂન પાર્ટી ચાલે છે. પ્રવાસીઓ અહીં પ્રકૃતિનો આનંદ માણવા આવે છે. પરંતુ તેની આડમાં ડ્રગ્સ અને અશ્લીલતા હોય છે. આ લોકો જંગલમાં જ રહે છે. અહીંના મોટાભાગના ટેન્ટ પણ ગેરકાયદેસર છે. તેમણે કુલ્લુ SP રહેતા કસોલમાં અશ્લીલતા ફેલાવનાર અને ડ્રગ્સ તસ્કરો પર એક્શન લીધાં હતાં. કસોલના એન્ટ્રી પોઇન્ટ પર નિયમિત રીતે પોલીસના ડોગ્સ તૈનાત કર્યા હતા. અહીં એટલું ડ્રગ્સનું વેચાણ થાય છે કે જો કોઈની ઇચ્છા હોય તો તે નશાને લઇને કલોસ પર રિસર્ચ કરી શકે છે. વિશ્વ હિન્દુ પરિષદે કહ્યું- અશ્લીલતા સ્વીકાર્ય નથી
વિશ્વ હિન્દુ પરિષદના રાજ્ય ઉપાધ્યક્ષ સુનીલ જસવાલે કહ્યું કે દેવભૂમિ હિમાચલમાં આ પ્રકારની અશ્લીલતા સ્વીકારવામાં આવશે નહીં. રાજ્ય સરકાર અને પોલીસે આને તાત્કાલિક અટકાવવું પડશે. જો તેમ કરવામાં નહીં આવે તો સમગ્ર રાજ્યમાં સમાજને સાથે લઈને આંદોલન ચલાવવામાં આવશે. કોઈને પણ સનાતન પરંપરાઓ સાથે ખિલવાડ કરવાની મંજૂરી આપી શકાય નહીં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.