હિંમતનગર તાલુકાના ઇલોલ ગામમાં વરસાદી માહોલ મેગ રાજા મન મુકી ને વરસતા ઇલોલ ધાવડીમાં પૂર આવ્યું હતુ. - At This Time

હિંમતનગર તાલુકાના ઇલોલ ગામમાં વરસાદી માહોલ મેગ રાજા મન મુકી ને વરસતા ઇલોલ ધાવડીમાં પૂર આવ્યું હતુ.


હિંમતનગર તાલુકાના ઇલોલ ગામમાં વરસાદી માહોલ મેગ રાજા મન મુકી ને વરસતા ઇલોલ ધાવડીમાં પૂર આવ્યું હતુ. કહી ખુશી કહી ગમ નો માહોલ જોવા મળ્યો હતો ત્યારે ઇલોલ ગામના પહાડીય વિસ્તાર ના માખડિયા ના વાગામાં પૂર આવતાં રહિશો તેમજ ખેડુતો મુશ્કેલીમાં મુકાયા હતા. બીજી બાજુ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શાળામાં જવા માટે ભારે મુશ્કેલી ઊભી થઈ ગઈ છે.ભારે વરસાદ ને લઇ પૂર આવતાં રહિશો તેમજ ખેડુતો અને વિદ્યાર્થીઓ ને શાળામાં અભ્યાસ કરવા માટે રજા પાડવી પડી હતી અહીં અવાર નવાર વરસાદમાં પુર આવી જતા આજુબાજુના રહીશો તેમજ ખેડૂતોને ભારે મુશ્કેલીઓ પડે છે બાળકોને તણાઇ જવાનો ભય રહે છે મળતી માહિતી મુજબ જાણવા મળ્યું છે કે અહીં જો પુલ બનાવવામાં આવે તો આ બધી જ મુશ્કેલીઓ દૂર થાય તેમ છે ગૃહિણીઓને બજારમાં ખાણી પીણી નો સામાન લેવા પણ અહીંથી જ જવાનું હોય છે જો આ જગ્યાએ પુલ બનાવવામાં આવે તો ઘણી મોટી સમસ્યાઓનો હલ થઈ શકે તેમ છે તેવી ગામ લોકોની રજૂઆત છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.