S-400 મિસાઇલે 80% ટાર્ગેટ પર નિશાન સાધ્યું:400 કિલોમીટર દૂરના લક્ષ્યાંકને હિટ કરવામાં સક્ષમ, એરફોર્સે વોર પ્રેક્ટિસ કરી
ઈન્ડિયન એરફોર્સની સુદર્શન S-400 એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમે વોર પ્રેક્ટિસમાં દુશ્મનના 80% ફાઇટર પ્લેનને તોડી પાડ્યા હતા. આ દરમિયાન, સેનાના બાકીના ફાયટર પ્લેનને પીછેહઠ કરવા મજબુર કર્યા હતા. એરફોર્સે એક થિયેટર સ્તરની વોર પ્રેક્ટિસ હાથ ધરી હતી, જ્યાં S-400 એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમની સ્ક્વોડ્રન તહેનાત કરવામાં આવી હતી. આ દરમિયાન વાયુસેનાના રાફેલ, સુખોઈ અને મિગ ફાઈટર જેટ દુશ્મનભરી ઉડાન ભરી હતી. પ્રેક્ટિસમાં S-400 એ તેના લક્ષ્ય પર લૉક કર્યું અને લગભગ 80% ફાઇટર જેટને સચોટ રીતે નિશાન સાધ્યુ. પ્રેક્ટિસનો હેતુ S-400 એર ડિફેન્સ સિસ્ટમની ક્ષમતાઓનું પરીક્ષણ કરવાનો હતો. રશિયાથી આયાત કરવામાં આવેલી S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ 400 કિલોમીટરના અંતરથી તેના ટાર્નેગેટની ડિટેક્ટ કરીને વળતો હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. તેને એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ 'સુદર્શન' નામ આપ્યું છે. સુદર્શન ચક્ર એ ભગવાન શ્રી કૃષ્ણનું શસ્ત્ર છે. રશિયા પાસેથી S-400ની 5 સ્ક્વોડ્રન મળી, 3 તહેનાત, 2 બાકી
S-400ની પાંચ સ્ક્વોડ્રન માટે 2018માં ભારત અને રશિયા વચ્ચે 35 હજાર કરોડ રૂપિયાની ડીલ ફાઇનલ કરવામાં આવી છે. તેમાંથી 3 સ્ક્વોડ્રન ચીન અને પાકિસ્તાન સરહદ પર તહેનાત છે. વધુ 2 આવવાની બાકી છે. રશિયા-યુક્રેન યુદ્ધને કારણે તેમાં વિલંબ થઈ રહ્યો છે. આ ઑગસ્ટ 2026 સુધીમાં એરફોર્સને પહોંચાડવામાં આવશે. સેનાનું માનવું છે કે S-400 તેના માટે ગેમ ચેન્જર સાબિત થશે. રશિયાએ યુક્રેન સામેના યુદ્ધમાં S-400 મિસાઈલનો ઉપયોગ કર્યો છે. ઈન્ડિયન એરફોર્સે હાલમાં સ્વદેશી MR-SAM, આકાશ મિસાઈલ સિસ્ટમ તેમજ ઇઝરાયલ સ્પાઈડર ક્વિક રિએક્શન સરફેસ-ટુ-એર મિસાઈલ સિસ્ટમ પ્રાપ્ત થઈ છે. સંરક્ષણ પરિષદે હાલમાં કુશા પ્રોજેક્ટ હેઠળ લાંબા અંતરની સરફેસ એર મિસાઇલ સિસ્ટમની ખરીદીને પણ મંજૂરી આપી છે. S-400 સિસ્ટમ શું છે?
S-400 એક એર ડિફેન્સ સિસ્ટમ છે. આ હવા દ્વારા થતા હુમલાઓને અટકાવે છે. તે દુશ્મન દેશોના મિસાઈલ, ડ્રોન, રોકેટ લોન્ચર અને ફાઈટર જેટ દ્વારા થતા હુમલાને રોકવામાં અસરકારક છે. તેને રશિયાના અલ્માઝ સેન્ટ્રલ ડિઝાઇન બ્યુરો દ્વારા બનાવવામાં આવી છે અને તેની ગણતરી વિશ્વની સૌથી આધુનિક એર ડિફેન્સ સિસ્ટમ્સમાં થાય છે. S-400માં શું છે ખાસ આ સમાચાર પણ વાંચો... ઓડિશામાં મિસાઇલ પરીક્ષણ, 10 હજાર લોકો સ્થળાંતર: બાલાસોરના 10 ગામો ખાલી કરાવવામાં આવ્યા; 300 રૂપિયાનું વળતર મળ્યું, ગ્રામજનો રોષે ભરાયા ફેઝ-2 બેલેસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનું બુધવારે ઓડિશાના બાલાસોરમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણ પહેલા 10 ગામોના 10 હજારથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. મિસાઈલનું પરીક્ષણ બાલાસોરના ચાંદીપુરમાં ઈન્ટીગ્રેટેડ ટેસ્ટિંગ રેન્જ (આઈટીઆર)ના લોન્ચ પેડ-3 પરથી કરવામાં આવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.