મૂળ સાથે જોડાયેલા રહેવાનું મહત્ત્વ:બંધન હોય તોપણ અસીમ આનંદ મળે છે સ્વજનો નજીક હોય તો સંકટ સામે ઝઝૂમવું આસાન બને છે, જીવન સુંદર બને છે - At This Time

મૂળ સાથે જોડાયેલા રહેવાનું મહત્ત્વ:બંધન હોય તોપણ અસીમ આનંદ મળે છે સ્વજનો નજીક હોય તો સંકટ સામે ઝઝૂમવું આસાન બને છે, જીવન સુંદર બને છે


| હું પોતાના ઘરનાં 100 વર્ષ પૂરાં થવા પર ઉજવણી કરવા ઉત્સક છું. જ્યારથી મેં આ ઘર ખરીદયું હતું. જે સદી પૂરી કરી નાખે છે તેને સ્થાનિક લાઈબ્રેરી આ બધાં ઘરોને “બેક્સલે સેન્ચુરી હોમ’ લખી વેચી મારે છે.... આટલું કહેતાં લેખિકા મૈગી સ્મિથ પોતાની યાદોમાં ખોવાઇ જાય છે. તેણી કહે છે કે 2010માં અમે અહીં રહેવા આવ્યાં હતાં ત્યારે મારી દીકરી એક વર્ષની હતી, દીકરાનો જન્મ પણ થયો નહોતો. લગ્ન તૂટી જવા અને બીજા સંઘર્ષો પછી પણ મેં આ ઘર છોડ્યું નહોતું. સંકટના સમયે મારા સંબંધીઓ અને નજીકના લોકોએ મારો સાથ આપ્યો હતો. જેમ-જેમ મારા ઘરનો 100મો જન્મ દિવસ પાસે આવી રહ્યો છે, મને યાદ આવે છે કે હું કેટલી ભાગ્યશાળી છું કે હું ઇતિહાસથી અને પોતાના અને અહીં રહેવાવાળા અન્ય પરિવાર સાથે જોડાયેલી છું. હું મારા પરિવાર માટે એક અલગ જીવન વિચારતી તો ઘણા વિકલ્પ હતા, પણ મેં આવું કંઇ કર્યું નહીં. હંુ આને હળવાશથી પણ લેતી નથી... હવે હું આ ઘરની સેન્ચુરી પર ઉજવણી માટેની તૈયારીમાં લાગી ગઇ છું. પાર્ટીમાં મિત્રો અને પડોસીથી આનંદ-ઉલ્લાસ વધશે... જે લોકો જે આ ઘરને ઘર બનાવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.