અમદાવાદ: કુરિયરના નામે 10 લાખની છેતરપિંડી,સાયબર ક્રાઈમ દ્વારા રાજસ્થાનના ત્રણ શખ્સોની ધરપકડ - At This Time

અમદાવાદ: કુરિયરના નામે 10 લાખની છેતરપિંડી,સાયબર ક્રાઈમ દ્વારા રાજસ્થાનના ત્રણ શખ્સોની ધરપકડ


અમદાવાદ શહેરના સાઇબર ક્રાઈમ ખાતે મળેલી ફરિયાદનાં આધારે કુરિયર કંપનીનાં નામથી 10 લાખ રૂપિયાની છેતરપિંડી આચરનારા રાજસ્થાનનાં ત્રણ ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સાઇબર ક્રાઇમ પીઆઇ પરેશ મકવાણાએ પત્રકાર પરિષદ સંબોધન કરતા જણાવ્યું હતું કે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરવામાં આવી હતી કે ફિડીક્સ કુરિયરના નામેથી 10 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે. ત્યારે તપાસ કરતાં પોલીસને વિગત મળી હતી કે ફિડિક્સ કુરિયર કંપનીના નામથી ફરિયાદીને ફોન આવ્યો અને મુંબઈથી ઈરાન મોકલેલા પાર્સલમાં ડ્રગ્સ હતા તેવું કહેવામાં આવ્યું હતું. ત્યાર બાદ નાર્કોટિક્સ વિભાગ તેમના પર કડી કાર્યવાહી કરશે તેમ કહી તમામ બેન્ક એકાઉન્ટની ડિટેલ્સ ફોન પર મંગાવી હતી.

પી આઇ મકવાણા વધુ માહિતી આપતા
જણાવ્યું હતું કે ફોન કોલ કર્યા બાદ આરોપીએ ફરિયાદીનાં બેન્ક એકાઉન્ટની ડિટેલ્સ લીધી હતી અને તેમાંથી 10 લાખની લોન કરાવીને 9 લાખ 76 હજાર પચાવી પાડ્યા હતા. જે માહીતી મળતા આ આખી ગેંગને સાઇબર ક્રાઇમ દ્વારા પકડવામાં આવ્યા હતા અને પકડાયેલા ત્રણેય આરોપી રાજસ્થાનના હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. આરોપી ઈન્દ્રજીત નેમીચંદ પવાર રાજસ્થાન બિકાનેરમાં અલગ-અલગ લોકોને કમિશનની લાલચ આપી 5000 થી 8000 માં એકાઉન્ટ ખરીદી આ એકાઉન્ટ હોલ્ડરની સહીઓ વાળી ચેકબુક, પાસબુક, ATM કાર્ડ, સીમકાર્ડ વગેરે મેળવી લઇ એકાઉન્ટની વિગત બીજા આરોપી રાહુલ ભગવાનરામ ગેહલોતને મોકલી આપતો હતો. જે Binance એપ્લિકેશનના માધ્યમથી JACK અને BERT નામની ચાઇનીઝ વ્યક્તિઓને એકાઉન્ટની વિગત મોકલી આપતો હતો. ત્યારબાદ ચાઈનીઝ લોકો કુરિયર કંપની વાળા બનીને લોકો સાથે છેતરપિંડી આચરતા હતાં.

SAURANG THAKKAR
A'BAD JILLA BUREAU CHIEF


9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.