આત્મહત્યા કરવા માટે ચોથા માળની બાલ્કની માથી કુદવાની તૈયારી કરતી યુવતીને સહિસલામત બચાવી લેતી વટવા પોલીસ તથા અસલાલી ફાયર બ્રીગેડ. - At This Time

આત્મહત્યા કરવા માટે ચોથા માળની બાલ્કની માથી કુદવાની તૈયારી કરતી યુવતીને સહિસલામત બચાવી લેતી વટવા પોલીસ તથા અસલાલી ફાયર બ્રીગેડ.


અમદાવાદ વટવા પોલીસ અને ફાયર વિભાગની ઉમદી કામગીરી સામે આવી છે,વટવાના એક ફલેટમાં યુવતી આપઘાત કરે તે પહેલા પોલીસ અને ફાયરની ટીમે તેને ઘટના સ્થળે જઈ બચાવી હતી,યુવતી કુદે તે પહેલા જ ગેલેરી આગળથી પોલીસ અને ફાયરની ટીમે તેને બચાવી હતી,જેના કારણે અસલાલી ફાયર બ્રિગ્રેડ ટીમ તેમજ વટવા પોલીસની કામગીરીથી લોકો ખુશ થયા હતા.

23.07.2024 ના રોજ અમદાવાદ શહેરનાં પોલીસ કંટ્રોલ રૂમ ખાતેથી મેસેજ મળેલ કે, વટવા ગામડી રોડ ઉપર આવેલ ગણેશ ફ્લોરા બિલ્ડિંગમાં ચોથા માળે, એક છોકરી પોતાના ફ્લેટની બાલકનીમાંથી આત્મહત્યા કરવા, કૂદવા માટે તૈયાર બેઠેલ છે અને કૂદવાની કોશિશ કરે છે, જે મેસેજની જાણ કરવામાં આવેલ હતી. આ મેસેજ ની જાણ થતાં, વટવા મોબાઈલ વાન ના ઇન્ચાર્જ હે.કો. દ્વારા પોલીસ અધિકારીઓને જાણ કરવામાં આવેલ હતી.....

બનાવની ગંભીરતાને ધ્યાને લઇ, ઝોન-૬ ના નાયબ પોલીસ કમિશ્નર શ્રી રવિ મોહન સૈની તથા જે ડિવિઝન ના એ.સી.પી. પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વટવા પોલીસ સ્ટેશનના પી.આઈ. કુલદીપ ગઢવી, ડી સ્ટાફના પી.એસ.આઈ. એ.બી. ગંધા તથા સ્ટાફ દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરી, પરિસ્થિતિ નો તાગ મેળવી, તાત્કાલિક ફાયર બ્રિગેડ ને જાણ કરી, 108 ને પણ બોલાવી, સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ હતા. વટવા પોલીસ દ્વારા તાત્કાલિક આજુબાજુ માંથી ફ્લેક્સિબલ જાળીઓ તથા નેટ મંગાવી, પોલીસ સ્ટાફ તથા આજુબાજુના લોકોને ભોંયતળિયે ગોઠવી, છોકરી કદાચ કોઈ પગલું ભરે તો, બચાવવાની વ્યવસ્થા પણ કરી રાખવામાં આવેલ હતી. દરમિયાન છોકરી સાથે સમજાવવા વાતચીત ચાલુ રાખવામાં આવેલ હતી. ફાયર બ્રિગેડ આવતા, છોકરીને વાતોમાં એન્ગેજ રાખી, ફાયર બ્રિગેડ સ્ટાફે પાંચમા માળની ગેલેરીમાંથી એકદમ જમ્પ મારી, છોકરીને બાલ્કની ની પાળ ઉપરથી બાલ્કની અંદર ના ભાગે મહામહેનતે ઉતારી લીધેલ હતી. આમ, વટવા પોલીસ તથા ફાયર બ્રિગેડના જવાનો દ્વારા સતર્કતાથી તથા ત્વરિત કાર્યવાહી કરવામાં આવતા, આત્મહત્યા કરવા, બાલ્કનીમાં બેસેલ દીકરીને બાલ્કનીમાંથી સહી સલામત કાઢી, આત્મહત્યા કરવા રોકી, જીવ બચાવવામાં આવેલ હતો. દીકરીને પોલીસ દ્વારા હેમખેમ પરિવાર જનોએ સોંપવામાં આવી હતી. અને તેના ભાઈ સાથે પોલીસ મોકલી, એલ.જી.હોસ્પિટલ ચેકઅપ માટે મોકલી આપવામા આવેલ હતી. વટવા પોલીસ અને અસલાલી ફાયર બ્રીગેડ દ્વારા સમયસર કાર્યવાહી કરવામાં આવેલ ના હોત અને સમયસર પહોંચેલ ના હોત તો, દીકરી આત્મહત્યા કરી, પોતાનું જીવન ટુંકાવી નાખત. આમ, વટવા પોલીસ અને ફાયર બ્રીગેડ સ્ટાફની સમયસૂચકતા અને તાત્કાલિક કાર્યવાહીના કારણે એક આશાસ્પદ દીકરીની જિંદગી બચી જવા પામેલ હતી.

વટવા પોલીસ અને ફાયર બ્રીગેડ સ્ટાફ દ્વારા સમયસૂચકતા વાપરી, ત્વરિત કાર્યવાહી કરી, યુવતીનો જીવ બચાવતા અને નવું જીવન આપતા, યુવતીના પરિવારજનો દ્વારા અમદાવાદ શહેર પોલીસનો તથા અસલાલી ફાયર બ્રીગેડ સ્ટાફનો આભાર વ્યકત કરવામાં આવેલ હતો.

SAURANG THAKKAR, AHMEDABAD
JILLA BUREAU CHIEF


9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.