રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક જપ્ત તથા ગંદકી કરતા સામે દંડની કાર્યવાહી હાથ ધરાઈ.
રાજકોટ શહેર તા.૨૪/૭/૨૦૨૪ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ-૨૦૨૧ અન્વયે તા.૨૨/૭/૨૦૨૪ થી તા.૨૩/૭/૨૦૨૪ ૨ દિવસ દરમિયાન ત્રણેય ઝોન વિસ્તાર અલગ-અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં તા.૨૨/૭/૨૦૨૪ થી તા.૨૩/૭/૨૦૨૪ ૨ દિવસ દરમિયાન ત્રણેય ઝોનમાંથી કુલ ૯૬ આસામીઓ પાસેથી ૨૭.૭૩૧ કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.૩૨૮૦૦ નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. સેન્ટ્રલ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૪૫ આસામીઓ પાસેથી ૨૨.૬૯૧ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.૧૬૯૦૦ નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે. વેસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૨૭ આસામીઓ પાસેથી ૩.૭ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ ૮૩૫૦ નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.