લાલપુર ગ્રામ પંચાયત જાણે “રામ ભરોસે ” જ ચાલતું હોય તેવિ ચર્ચાઓ :
લાલપુર ગ્રામ પંચાયત જાણે "રામ ભરોસે " જ ચાલતું હોય તેવિ ચર્ચાઓ :
લાલપુર ગ્રામ પંચાયત તંત્ર ભૂગર્ભ માં ઉતરી ગયેલ હોય તેવા દ્રશ્યો : આવ્યા સામે.
હાલ ચોમાસાની સીઝન ચાલુ હોય ત્યારે સમગ્ર લાલપુરમાં સ્ટ્રીટ લાઈટો હોય કે પછી વરસાદી પાણીનો યોગ્ય નિકાલ હોય કે પછી મુસાફરો રાહદારીઓ વાહનચાલકોને મસમોટા ખાડાઓ જેવાકે ઢાંઢર નદીના પુલના બેય ખૂણે શિવાજી ના પ્રતિમાં પાસે આવેલ બેઠું નાળુ તથા એસ.ટી. ડેપો એથી લય માલધારી હોટલ તાલુકા પંચાયત તથા પોલીસ ચોકી વારી ગોલાઈ તથા ગ્રામ પંચાયત વિસ્તારમાં જ બકાલા માર્કેટથી લઈ ચાર થાંભલા સુધી મસ મોટા ભયંકર ખાડાઓથી થતી હેરાનગતિ જે બાબતે લાલપુર ગ્રામ પંચાયત તંત્ર દ્વારા આંખ આડા કાન કરી નિદ્રામાં પોઢેલ ઘૌર બેદરકારી દાખવનાર તકલાદી અધિકારીઓ વિરુદ્ધ ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાત્કાલિક વહેલા તકે યોગ્ય કાર્યવાહી કરાવશે ? કે કેમ ? આ સાથે લાલપુર ગ્રામ પંચાયતના ગોબરા તંત્ર ની સાથે વિકાસના મોટા મોટા બડીન્ગા ફોડનાર આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં આવતા ભાજપના નેતાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો ગણાય :
જે બાબતે સમગ્ર લાલપુરમાં મતદાર પ્રજાજનોમાં ચર્ચાઓ ની સાથે અખબારો ના સમાચાર બની ચર્ચાઓ થાય છે.
રિપોર્ટર : હસનશા દરવેશ લાલપુર મો. 9925793554
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.