જ્યાં માનવી ત્યાં સુવિધાના ધ્યેય સાથે ગુજરાત સરકારની વંચિતોના વિકાસની નેમ અમારા પાકા ઘરને આકાર પામતા જોઈને જાણે લાગે છે કે પાકી છતવાળા ઘરનું સપનું થઈ રહ્યું છે સાકાર લાભાર્થીશ્રી હેતલબેન વાળા - At This Time

જ્યાં માનવી ત્યાં સુવિધાના ધ્યેય સાથે ગુજરાત સરકારની વંચિતોના વિકાસની નેમ અમારા પાકા ઘરને આકાર પામતા જોઈને જાણે લાગે છે કે પાકી છતવાળા ઘરનું સપનું થઈ રહ્યું છે સાકાર લાભાર્થીશ્રી હેતલબેન વાળા


જ્યાં માનવી ત્યાં સુવિધાના ધ્યેય સાથે ગુજરાત સરકારની વંચિતોના વિકાસની નેમ અમારા પાકા ઘરને આકાર પામતા જોઈને જાણે લાગે છે કે પાકી છતવાળા ઘરનું સપનું થઈ રહ્યું છે સાકાર - લાભાર્થીશ્રી હેતલબેન વાળા
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજનાના લાભ બદલ મુખ્યમંત્રીશ્રીનો આભાર માનતા દેરાણી-જેઠાણી
૦૦૦૦૦૦ આલેખન - માર્ગી મહેતા ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

"જ્યાં માનવી ત્યાં સુવિધા"ની નેમ સાથે ગુજરાત સરકાર વંચિતોનો વિકાસ કરી તેઓને સન્માનનીય જીવન જીવવા માટે આવાસની સુવિધા આપી રહી છે. જેના થકી જરૂરિયાતમંદ માણસ પણ ઉન્નત મસ્તકે જીવી શકે છે. આ જ સંદર્ભમાં અનુસૂચિત જાતિ આવાસ યોજના અંતર્ગત વાલ્મીકી સમાજના બે લાભાર્થી બહેનો રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં શ્યામનગર-૩ ખાતે રહે છે કે જેમણે ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના હેઠળ પાકા મકાનના બાંધકામ માટે આર્થિક સહાય મેળવી છે.
રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતા શ્રી લવિંગાબેન તુલસીભાઈ વાળાના આશ્રિતો એવા શ્રી દયાબેન અને શ્રી હેતલબેન કે જેઓ જેઠાણી-દેરાણી છે, તેઓને વ્યક્તિગત રીતે જુદા-જુદા મકાનના બાંધકામ માટે સહાય મળી રહી છે. ત્યારે શ્રી હેતલબેન હર્ષભેર કહે છે કે, પહેલા કાચા ઘરમાં છત પડું-પડું થતી હતી, ખખડધજ થઈ ગયેલું મકાન ચોમાસા કે ભૂકંપમાં ધરાશાયી થઈ જાત. ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાઈ જતા હતા. એટલે જૂનું મકાન પાડીને પાકું મકાન બનાવવાનું શરુ કરાવ્યું. પરંતુ લાખોના ખર્ચાની સતત ચિંતા રહેતી હતી. એવામાં અનુસુચિત જાતિની કચેરીના સાહેબે સામેથી આવાસ યોજનાની માહિતી આપી, જે જાણીને હાશકારો થયો.
શ્રી હેતલબેન જર્જરિત મકાનના બદલે રહેવાલાયક મકાનમાં ખુશહાલ જિંદગી જીવી શકશે, તેવા સંતોષની સાથે આગળની વાત જણાવે છે કે સાહેબના માર્ગદર્શનથી જરૂરી કાગળો જમા કરાવ્યા. ત્યારબાદ પહેલો હપ્તો રૂ. ૪૦ હજાર અને બીજો હપ્તો રૂ. ૬૦ હજાર મળી અત્યાર સુધીમાં કુલ રૂ. એક લાખની સહાય મળી ગઈ છે. હવે બાંધકામ પૂર્ણ થતા રૂ. ૨૦ હજારનો હપ્તો પણ મળી જશે.
તેઓ વધુ કહે છે કે આ જ રીતે આવાસ યોજનાનો લાભ મારા જેઠાણીને પણ મળ્યો છે. બંને ઘર બાજુ-બાજુમાં બની રહ્યાં છે. અમારા પાકા ઘરને આકાર પામતા જોઈને જાણે લાગે છે કે પાકી છતવાળા ઘરનું સપનું થઈ રહ્યું છે સાકાર. ટૂંક સમયમાં અમે ઘરના ૧૧ સભ્યો નવા ઘરમાં રહેવા જઈશું ત્યારે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલનો ખૂબ ખૂબ આભાર કે અમને પાકી છત્રછાયા મળવા જઈ રહી છે. એટલું જ નહીં, ભાડાંના બોજમાંથી પણ છુટકારો મળવા જઈ રહ્યો છે.
આમ, ગુજરાત સરકાર આ બંને લાભાર્થી બહેનોને ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના અન્વયે બે મકાનના બાંધકામ માટે કુલ રૂ. ૪ લાખ ૪૦ હજારની સહાય આપી રહી છે. સરકાર તરફથી મળતી આ સહાય વંચિતોને સુખરૂપ જીવન પસાર કરવા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. ત્યારે અનુસુચિત જાતિઓના લોકોના સર્વાંગી વિકાસ માટે અમલી વિવિધ યોજનાઓ કલ્યાણકારી છે, તેવું સાર્થક થઈ રહ્યું છે.


9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.