પુત્રને જન્મ આપી પ્લાસ્ટિકની બેગમાં પેક કરી જનેતાએ ફેંકી દીધો - At This Time

પુત્રને જન્મ આપી પ્લાસ્ટિકની બેગમાં પેક કરી જનેતાએ ફેંકી દીધો


મોરબી રોડ પર જૂના જકાતનાકા પાસેના અક્ષરપાર્કમાંથી મળેલો બાળક હોસ્પિટલમાં ખસેડાયો

બાળકને ફેંકીને ફરાર થઈ જનાર નિષ્ઠુર માતા-પિતાની શોધ કરતી પોલીસ, નાળ પણ કાપી નહોતી

એ માસૂમે ક્યા ભવમાં એવા તે કેવા પાપ કર્યા હશે કે તેને જન્મની સાથે જ તેના માતા-પિતાએ એવી સજા આપી કે જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે, રાજકોટના ઉપલાકાંઠા વિસ્તારમાં નવજાત બાળક (પુત્ર)ને પ્લાસ્ટિકની બેગમાં પેક કરીને ફેંકી દેવાયો હતો, બાળકના બંને હાથ અને પગ ભાંગી ગયા હતા, બાળકને હોસ્પિટલમાં દાખલ કરી પોલીસે નવજાતના નિષ્ઠુર માતા-પિતાની શોધખોળ શરૂ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.