ભરૂચના વરિષ્ઠ પત્રકાર વસીમ મલેકની ભારતીય પત્રકાર સંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે વરણી, ગુજરાત પ્રદેશ સંગઠનમાં પ્રભારી તરીકેની ફરજ પણ સોંપવામાં આવી.
ભરૂચ તા.૧૮ જુલાઇ '૨૪
ભરૂચના વરિષ્ઠ પત્રકાર વસીમભાઇ મલેકની ભારતીય પત્રકાર સંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી,ઉપરાંત તેમને ભારતીય પત્રકાર સંઘના ગુજરાત પ્રભારી તરીકેની જવાબદારી પણ સોંપવામાં આવી છે. ભારતીય પત્રકાર સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ વિક્રમ સેનની સુચનાથી અને સંઘના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દિલિપભાઇ ખાચરની સંમતિથી વસીમભાઇ મલેકની સંગઠનમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છેકે વસીમ મલેકે ૨૦ વર્ષની યુવા વયથી પત્રકારત્વ ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો,અને તેમણે પ્રીન્ટ મિડિયાના માધ્યમથી પત્રકાર ક્ષેત્રે પ્રવેશ કરીને ત્યારબાદ ઇલેક્ટ્રોનિક મિડિયામાં એક સફળ અને નિખાલસ પત્રકાર તરીકે નામના મેળવી છે. હાલ તેઓ સંદેશ ન્યુઝ ટીવીમાં એક તટસ્થ અને નીડર પત્રકાર તરીકે નામના મેળવીને ભારતીય પત્રકાર સંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નીમાતા જિલ્લા સહિત રાજ્યના વિવિધ વિસ્તારોના પત્રકારો દ્વારા વસીમ મલેકને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. અત્રે નોંધનીય છેકે વસીમ મલેકે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ તેઓ તેમના વતનના ગામ વાંસીના સરપંચ તરીકે પણ ચુંટાયા હતા. એક નીડર અને નિખાલસ પત્રકાર તરીકે તેઓ આમજનતાના પ્રશ્નોને મિડિયાના માધ્યમથી પ્રકાશમાં લાવીને કોઇની શેહશરમ રાખ્યા વિના પત્રકાર તરીકેનું કર્તવ્ય નિભાવી રહ્યા છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમની ઉમદા સેવાઓને કારણે તેમની ભારતીય પત્રકાર સંઘના ઉપાધ્યક્ષ તરીકે નિમણૂંક કરવામાં આવતા તેમણે આ પ્રસંગે ભારતીય પત્રકાર સંઘનો આભાર માનીને તેઓ તેમને સોંપવામાં આવેલ ફરજ પ્રત્યે હંમેશા કટિબધ્ધ રહેશે એવી લાગણી ઉચ્ચારી હતી.
મલેક યસદાની
At This Time Bharuch
7043265606
7043265606
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.