ધનસુરામાં બેટી બચાવો, બેટી પઢાઓ અભિયાન અંતર્ગત સેમિનાર યોજાયો
મહિલા અને બાળ વિભાગની કચેરી અરવલ્લી દ્વારા બેટી બચાવો, બેટી પઢાવો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અનેક યોજનાકિય માહિતી, બાલિકા પંચાયતની કામગીરી, મહિલા લક્ષી વિવિધ કાયદાઓ-યોજનાઓ, સમાજ સુરક્ષા વિભાગની વિવિધ યોજનાઓ- કામગીરી, મહિલા અને બાળ અધિકારીની કચેરીની વિવિધ યોજનાઓની જાણકારી અપાઈ હતી. જેમાં ખાસ કરીને દીકરીને જન્મ અને ભણતર આપીને સક્ષમ બનાવવી તે વાત ઉપર ભાર મૂકાયો હતો. જિલ્લા મહિલા અને બાળ અધિકારી હસીનાબેન મન્સુરી, દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી રમેશભાઈ ચૌધરી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડો.દિલીપસિંહ બિહોલા, જિલ્લા મિશન કો. ઓર્ડિનેટર ભરતભાઈ પરમાર દ્વારા દીકરીઓની અનેક યોજનાકીય માહિતી અને દીકરીને ભણતર માટેની સરકારની યોજનાથી તમામને અવગત કર્યા હતા. આ કાર્યક્રમમાં ધનસુરા તાલુકા પંચાયતના પ્રમુખ હસમુખભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી આર.કે.ચૌહાણ તેમજ ધનસુરા તાલુકાના તમામ ગ્રામ પંચાયતના સરપંચ, બાલિકા સરપંચ તથા તલાટી કમ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા.
9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.