ઘટસ્ફોટ:આંધ્રપ્રદેશના ત્રણ સગીરે પોર્ન વીડિયો જોયા બાદ પાશવી દુષ્કર્મ આચરી બાળકીની હત્યા કરી હતી
આંધ્રપ્રદેશના નાંદયાલમાં 7 જુલાઈએ 8 વર્ષની બાળકી પર બળાત્કાર અને તેની હત્યા કરનારા ત્રણેય સગીરો અંગે પોલીસે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો. નાંદયાલના એસપી અધિરાજ સિંહ રાણાએ કહ્યું હતું કે ત્રણેય સગીર આરોપીએ મોબાઇલ ફોનમાં પોર્ન વીડિયો જોયો હતો. ત્યાર પછી ત્રણેયે બાળકી સાથે વીડિયો જોયો હતો તે જ રીતે બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો. પીડિતા અને આરોપીઓ એક જ સ્કૂલમાં ભણતાં હતાં. 6ઠ્ઠા ધોરણમાં ભણતા બે આરોપીની ઉંમર 12 વર્ષ જ્યાર 13 વર્ષનો આરોપી 7મા ધોરણમાં ભણતો હતો. દુષ્કર્મ ગુજાર્યા પછી બાળકી ઓળખી જશે, એ બીકે તેની હત્યા કરી હતી અને મૃતદેહ સંતાડી દીધો હતો. ઘટના બન્યા પછી એક સગીરે ડરને કારણે ઘરમાં વાત કરી હતી. ત્યાર પછી તેના પિતા અને કાકાએ પોલીસથી બચવા માટે બાળકીનો મૃતદેહ પથ્થર સાથે બાંધીને કૃષ્ણા નદીમાં ફેંકી દીધો હતો. સમાચારથી શીખ જવાબદારી આપણી પણ છે
માતા-પિતાની જવાબદારી બાળકોને સારી સ્કૂલમાં મૂકવા પૂરતી જ નથી હોતી. ઇન્ટરનેટની સ્વતંત્ર દુનિયામાં તેમની દેખરેખ કરવાનું પણ અગત્યનું હોય છે. જો એવું થયું હોત તો આ ગુનો આચરાયો ન હોય.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.