પડધરીનાં ઝાંબાઝ પીએસઆઈ ગજુભા ઝાલા અને ટીમે હનીટ્રેપ અને હત્યાનાં આરોપીઓને ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડયા
રૈયા ગામ પાછળ આવેલા પરશુરામ મંદિર પાસે નવા રીંગ રીડ પર રહેતા જે વદિ ૫ હમીરભાઈ મરીયા નામના ૨૪ વર્ષના યુવાનની પડઘરીના ઢોકળીયા ગ મ તેના બે સગા મામા ગોવિંદ પ્રેમજી મુછડીયા, પ્રવિણ પ્રેમજી મુછડીયા, મામી કંચનબેન અને મામાના પુત્ર રસીક પાઈપ અને ધોકાના ઘા ફટકારી ઢીમ ઢાળી દીધાનો પડઘરી પોલીસમાં બપોરે ગુનો નોંધાયાની ગણતરીની કલાકોમાં પડઘરી પીએસઆઈ જી.જે.ઝાલા સહિતની ટીમે મહિલા સહિત ચારેયને ઝડપી લીધા છે. જયારે ગોંડલમાં ટ્રકનો વ્યવસાય કરતા પ્રૌઢને પડઘરીના ખજુરડી ગામે વાછરાદાદાના મંદિરે સેવામાં તેલના ડબ્બા મોકલવાના બહાને બોલાવી મહિલા સહિત ત્રણે પોલીસની ખોટી ઓળખ આપી ડ્રગ્સના ગુનામાં ફીટ કરવાનો ભય બતાવી ૧૦ લાખ પડાવવાના નોંધાયેલા ગુનામાં સંડીવાયેલી રાજકોટની વિવાદાસ્પદ મહિલા સહિત ત્રણની પડધરી પોલીરો ઘરપકડ કરી બંને ગંભીર
ગુનાનો ભેદ ઉકેલવામાં મહત્વની સફળતા મળી છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રૈયા નજીક આવેલા નવા રીંગ રોડ પર પરશુરામ મંદિર નજીક રહેતા જપદીપ હમીરભાઈ મેરીયા નામના ૨૪ વર્ષના યુવાનનું ગતરાતે ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં ખંભાળા-ઇશ્વરીયા રોડ પર આવેલા ઢોકળીયા ગામ પાસેથી મૃતદેહ મળી આવ્યો હતો. પડઘરી પોલીસ મથકના પી.એસ. આઇ. ગજુભા ઝાલા સહિતના સ્ટાફ મામલતદારને સાથે રાખી ઘટના સ્થળે પહોંચી પ્રથમ મૃતદેહની ઓળખ મેળવ્યા બાદ પોસ્ટમોર્ટમ કરાવતા તેનું પાઈપ અને ધોકાથી માર મારવાના કારણે મોત
નીપજ્યાનું બહાર આવ્યું હતું. મૃતક જયદીપ મેરીયાને ઢોકળીયા ગામે રહેતા મામા ગોવિંદભાઈની પુત્રી સાથે પ્રેમ સંબંધ હોવાથી તેની મામા ગોવિંદ પ્રેમજી મુછડીયા, પ્રવિણ પ્રેમજી મુછડીયા, મામી કંચન ગોવિંદ મુછડીયા અને મામાના પુત્ર રસીક પ્રવિણ મુછડીયાએ પાઈપ અને ધોકા મારી હત્યા કર્યાની ખુશાલ હમીરભાઈ મેરીયાએ પડઘરી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
મૃતક જયદિપ ત્રણ ભાઈમાં મોટો અને અપરિણીત છે. તે ડ્રાઈવીંગ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતા પંદર દિવસ પહેલાં જયદીપ મેરીયા અને તેના મામા ગોવિંદ મુછડીયા વચ્ચે પ્રેમ પ્રકરણના કારણે ઝઘડો થયો હોવાથી બંનેએ પોલીસમાં સામસામે અરજી કર્યા બાદ જપદીપ મેરીયાએ ઢોકળીયા ગામે ન આવવાની શરતે સમાધાન થયું હતું. ગઇકાલે સાંજે ઘરેથી જયદીપ મેરીયા ગયા બાદ તેના પર હુમલો કરી હત્યા કરાયાની ફરિયાદ નોંધાતા પડધરી પીએસઆઈ જી.જે.ઝાલા સહિતના સ્ટાફે હત્યાના ગુનામાં ગોવિંદ મુછડીયા, પ્રવિણ મુછડીયા, રસીક મુછડીયા અને કંચન મુછડીયાની ધરપકડ કરી પાઈપ અને ધોકા કબ્જે કર્યા છે. ગોંડલ રહેતા અને ટૂંકનો વ્યવસાય કરતા પ્રૌઢને અવાર નવાર મહિલા દ્વારા ફોન કરી પડઘરી પાસે આવેલા ખજુરડી ગામે વાછરાદાદાના મંદિરે તેલના ડબ્બા મોકલવાની સેવા કરવા અંગે વોટસએપ કોલ કરી વાત કરતી હોવાથી ગત તા.૫ જુલાઇએ પ્રૌઢ ખજુરીડી ગામે ગયા ત્યારે બે અજાણ્યા શખ્સો ત્યાં આવી ગયા હતા અને પોતાની પોલીસ તરીકે ઓળખાણ આપી ડ્રગ્સના ગુનામાં ફીટ કરવાની ધમકી દઈ મહિલા સહિત ત્રણેય૪૨ હજાર રોકડા, ૧૨ હજારની કિંમતનો સોનાનો ચેન, ગુગલ પૈથી ૩૫
હજાર, ૧૯ હજારની કિંમતનો મોબાઇલ મળી ૧૦ લાખ બળજબરીથી પડાવી લીધાની પડઘરી પોલીસમાં ગત તા.૧૨ જુલાઈએ ફરિયાદ નોંધાઈ હતી.
ગોંડલના પ્રૌઢને હનીટ્રેપમાં ફસાવી મોટી રકમ પડાવવાના ગુનામાં સંડોવાયેલા રાજકોટના ભગવતીપરાના અરવિંદ ઉર્ફે અનિલ આંબા ગજેરા, મોરબી રોડ રેલવે ફાટક પાસે શ્રી હરી સોસાયટીના સુરેશ ઘરમથી ગોધાણી અને ભગવતીપરાની જીન્નત બેબી રફીક અલારખા મકવાણાની ધરપકડ કરી છે.
ઉર્ફે અરવિંદ ગજેરા આ પહેલાં રાજકોટ, ભેસાણ, કુવાડવા અને ધોરાજીમાં છ હનીટ્રેપના ગુનામાં, સુરેસ ગોધાણી સામે રાજકોટ, ભેસાણ, જૂનાગઢ અને ધોરાજીમં ત્રણ અપહરણ અને બળજબરીથી પૈસા પડાવવા તેમજ જીન્નત મકવાણા સામે જૂનાગઢ, ધોરાજી, ભેસાણ અને રાજકોટમાં હનીટ્રેપના ગુના નોંધાયા હોવાનું પડઘરી પીએસઆઈ જી.જે.ઝાલા, એએસઆઈ ભગીરથસિંહ જાડેજા, કોન્સ્ટેબલ યુવરાજસિંહ ગોહિલ, દશરથસિંહ જાડેજા અને વસંતભાઈ ભુંડીયાની તપાસમાં બહાર આવ્યું છે.
રીપોર્ટર - નિખીલ ભોજાણી
9998680503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.