પ્ર.નગર પોલીસ સ્ટેશનની મુલાકાત લેતાં મોદી સ્કુલનાં બાળકો - At This Time

પ્ર.નગર પોલીસ સ્ટેશનની મુલાકાત લેતાં મોદી સ્કુલનાં બાળકો


રાજકોટ તા. ૧૪ જુલાઈ રાજકોટ શહેરની મોદી સ્કૂલના બાળકોએ પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. સામાન્ય રીતે જનતા પોલીસ સ્ટેશનના નામથી ડરતી હોય છે પરંતુ પોલીસ તેમની સેવા માટે છે તે ચરીતાર્થી થતા વિદ્યાર્થીઓને પણ પોલીસ સ્ટેશનથી ડર નહીં પરંતુ તેની કામગીરીની જાણકારી મળે તે માટે આ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું.

પોલીસ સ્ટેશન ખાતે બાળકોને FIR વિશે, ફોજદારી ન્યાય વ્યવસ્થામા પોલીસ, તપાસ, ધરપકડ, જામીનલાયક તથા બિનજામીનલાયક ગુના, ચાર્જશીટ, વકીલ, કોર્ટ, જેલ, પોલીસ સ્ટેશનનાં અલગ અલગ ટેબલની કામગીરી,પોલીસ કોન્સ્ટેબ્યુલરી જેમ કે પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ, પીઆઈ, એસીપી, ડીસીપી, એડિશનલ પોલીસ કમિશ્નરશ્રી, પોલીસ કમિશ્નરશ્રી હોદ્દા અનુસાર કામગીરી, ટ્રાફીક તથા સાયબર ક્રાઇમ અને પોલીસ હેલ્પલાઇન નંબર ૧૦૦,૧૮૧,૧૯૩૦ વિશે માહિતી અને સમજણ આપવામાં આવી હતી તેમ પ્ર. નગર પોલીસ સ્ટેશનની યાદી દ્વારા જણાવાયું છે.


9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.