ગુજરાત રાજ્યમાં ગેંગસ્ટરની જેમ બૂટલેગરને પણ હવે આજીવન કેદ થશે. - At This Time

ગુજરાત રાજ્યમાં ગેંગસ્ટરની જેમ બૂટલેગરને પણ હવે આજીવન કેદ થશે.


ગુજરાત રાજ્યમાં ગેંગસ્ટરની જેમ બૂટલેગરને પણ હવે આજીવન કેદ થશે. રાજ્યમાં દારૂની હેરાફેરીમાં ઓર્ગેનાઇઝ્ડ ક્રાઈમનો ગુનો નોંધાયો. ગુજરાતમાં પહેલીવાર આ ગુનો નોંધાયો છે DIG નિર્લિપ્ત રાય, ગુજરાતમાં પહેલીવાર બૂટલેગર સહિત ૩ વ્યક્તિઓ વિરૂધ્ધ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમનો ગુનો નોંધવામાં આવ્યો છે. અગાઉ IPC (ઈન્ડિયન પિનલ કોડ)માં બૂટલેગરો સામે આવી કાર્યવાહીની કોઈ જોગવાઈ જ નહોતી. ૧-જુલાઈએ અમલમાં આવેલા BNS (ભારતીય ન્યાય સંહિતા) હેઠળ સ્ટેટ મોનિટરીંગ સેલે આ કાર્યવાહી કરી છે. SMC એ લુણાવાડા-ગોધરા હાઈ-વે પરથી દારૂ ભરેલી ક્રેટા કાર સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો હતો. જે અગાઉ પણ અડાલજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના જથ્થા સાથે પકડાયો હોય પોલીસે નવા કાયદા હેઠળ દારૂની ખેપ મારનારા અને દારૂ મોકલનારા રાજસ્થાનના બૂટલેગર વિરૂધ્ધ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. સ્ટેટ મોનિટરીંગ સેલના DIG નિર્લિપ્ત રાયે કહ્યું હતુ કે, અગાઉ ઈન્ડિયન પિનલ કોડમાં આવી કોઈ જોગવાઈ નહોતી. BNSમાં નવી કલમ હેઠળ કાર્યવાહી થતા હવે બૂટલેગરોને પણ ગેંગસ્ટરની જેમ આજીવન જેલમાં ધકેલી શકાશે. કાયદા પ્રમાણે પ્રતિબંધીત વસ્તુની હેરાફેરીમાં ૧૦ વર્ષની અંદર ચાર્જશીટ થઈ હોય છતાં આરોપી એક કરતા વધારે તે જ કૃત્ય ફરી કરે તો ઓર્ગેનાઈઝડ ક્રાઈમ હેઠળ કાર્યવાહીનો નવો કાયદો પરવાનગી આપે છે. જેનો આ કેસમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના પગલે હવે ગેંગસ્ટરની જેમ બૂટલેગરો અને તેમના સાગરીતોને પણ આજીવન કેદની સજાની જોગવાઈ કરવામાં આવી છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.