64 વર્ષના પ્રૌઢાને ઠોકરે લઇ કારચાલકે અઢી કિલોમીટર ઢસડ્યાં, પ્રૌઢાનું મોત
કાલાવડ રોડ પર ધોળાધાર રાધે હોટેલ પાસે ગુરુવારે રાત્રીના બનેલી ઘટના
પ્રૌઢાનો માનસિક અસ્વસ્થ પુત્ર કારની પાછળ દોડ્યો પણ કારની સ્પિડ હોવાથી આંબી ન શક્યો
શહેરની ભાગોળે કણકોટમાં રહેતા પ્રૌઢા અને તેનો માનસિક અસ્વસ્થ યુવાન પુત્ર ગુરૂવારે રાત્રીના ભંગાર વીણીને પોતાની ઘરે જઇ રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે ધસી આવેલી કારે પ્રૌઢાને ઠોકરે ચડાવ્યા હતા, નિર્દયી કારચાલકે કારમાં ફસાયેલા પ્રૌઢાને અઢી કિલોમીટર સુધી ઢસડ્યા હતા અને ત્યાં મૃતદેહ મૂકી ચાલક નાસી ગયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.