મેંદરડા શ્રીજી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ ખાતે જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવેલ - At This Time

મેંદરડા શ્રીજી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ ખાતે જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવેલ


માનવસેવા એ જ પ્રભુ સેવા ના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવેલી
શ્રીજી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અતિગંભીર દિવ્યાંગો માટેની સંસ્થા મેંદરડા ખાતે વંથલી રોડ પર ગંગેડી પાસે કાર્યરત છે આ સંસ્થામાં અતિગંભીર દિવ્યાંકતા ધરાવતા 21 જેટલા દિવ્યાંગ બાળકો આશરો લઈ રહેલ છે આ એવા બાળકો છે જેને પોતાની દૈનિક ક્રિયાઓ જેવી કે ભોજન સંડાશ પેશાબ વગેરે ક્રિયાઓ ભાન નથી આ બધી ક્રિયા માટે તેણે બીજા પાસે સહારો લેવો પડે છે
અહીં વસતા દિવ્યાંગોના વાલી પાસેથી કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી વર્તમાન સમયમા લોકોના દાન ભેટ અને પ્રેમ ઉપર સંચાલિત આ સંસ્થા ચાલી રહી છે
જૂનાગઢના જેલર વાળા સાહેબ આ માટે ઉમદા વિચારો ધરાવે છે અને સમાજને એક નવો જ રાહ સિંધી અને નવો ચીલો ચાતરીને સમાજને એક સાદી પ્રેરણા આપે છે માણસો જન્મદિવસ અથવા એનિવર્સરી માં ઘણો બધો ખર્ચો કરતા હોય છે શ્રી વાળા સાહેબ પોતાના પુત્ર દિગુભા વાળા ના જન્મદિવસે દર વર્ષે આ સંસ્થામાં આવે છે આ દિવ્યાંગ બાળકોને કપડાં ભાગ ભોજન વગેરે કરાવે છે અને બાળકો સાથે સમય પસાર કરે છે આ રીતે પોતાના પુત્રનો જન્મદિવસ સાર્થક કરે છે આ તકે વાળા સાહેબ જણાવે છે કે સંસ્થાના સંચાલક શ્રી કૌશિકભાઈ જોશી આ સંસ્થાનું ખૂબ વ્યવસ્થિત સંચાલન કરે છે સંસ્થામાં દરેક બાળકની સારી રીતે ચોખાઈ રાખવામાં આવે છે રસોડા વિભાગ બેડરૂમ રમત ગમત બધી જ જગ્યાએ સ્વચ્છતા ઉડીને આંખે વળગે છે પ્રાકૃતિક અને નયન રમ્ય વાતાવરણમાં બાળકો પણ આહલાદકતા અનુભવે છે કૌશિકભાઈ ની આ કામગીરીને વાળા સાહેબે હૃદય પૂર્વક બિરદાવે છે આ તકે સંસ્થાના સંચાલક શ્રી કૌશિકભાઇ જોશી શ્રી વાળા સાહેબનો ખુબ ખુબ આભાર માને છે અને આ દિવ્યાંગ બાળકોને આ સાહેબ જેવા માણસો દ્વારા આવો જ પ્રેમ અને ઓફ મળતા રહે તેવી પ્રાર્થના કરે
રીપોર્ટીંગ કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.