હળવદ તાલુકાના ચરાડવા ભવાની પેટ્રોલિયમ માં ચોરી, ૪૨૦૦૦ રૂપિયા રોકડા અને બાજુમાં પડેલ જેસીબી અને ટ્રેક્ટર માંથી ડીઝલ ચોરી, સીસીટીવી ફૂટેજ આવ્યા સામે
હળવદ મોરબી હાઇવે રોડ પર ચરાડવા ગામ પાસે આવેલ ભવાની પેટ્રોલિયમમાં ગત મોડી રાત્રીના ત્રણ વાગ્યાની આજુબાજુમાં બુકાનીધારી શખ્સોએ પેટ્રોલ પંપની પાછળની જારી તોડી અને ઓફિસની બારીમાં પ્રવેશ કરી તેમાં રહેલ રોકડા રૂપિયા ૪૨,૮૦૦ તેમજ પેટ્રોલ પંપ ની બાજુમાં જ પાર્કિંગમાં રાખેલ કડીયાણા ગામના ડાયાભાઈ ભરવાડ ના જેસીબી માંથી 100 લીટર ડીઝલની ચોરી અને બાજુમાં પડેલ ટ્રેક્ટર માંથી 25 લીટર ડીઝલ ચોરી થઈ હોવાનું ભવાની પેટ્રોલિયમના માલિક બકાભાઇ ઠક્કરે જણાવ્યું હતું. આ બનાવ સીસીટીવી માં કેદ થઈ ગયો હતો આ બાબતની હળવદ પોલીસને બકાભાઇ ઠક્કર દ્વારા જાણ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.