ધંધુકા ની ખોડીયાર નગર સોસાયટીમાં ગટર નું ઢાંકણું તૂટી જતાં ચાલુ વરસાદે બાઈક ચાલક નો અકસ્માત.
ધંધુકા ની ખોડીયાર નગર સોસાયટીમાં ગટર નું ઢાંકણું તૂટી જતાં ચાલુ વરસાદે બાઈક ચાલક નો અકસ્માત.
ધંધુકા ની ખોડિયાર નગર સોસાયટી માં છેલ્લા 15 દિવસ થી ગટર નું ઢાંકણું તૂટી જતૂ વારંવાર નગરપાલિકા ને કહેવા છતાં કોઈ ઉકેલ આવેલ નથી
ગઈ કાલે ચાલુ વરસાદ માં ગટર નું ઢાંકણું દેખાયેલ નહિ હોવાથી બહાર થી આવતા અજાણ્યા માણસ બાઇક સાથે ગટર માં નીચે પડી ગયેલ. તયા ના સ્થાનિક લોકો યે એમ ને ઉભા કરી નજીક ની સરકારી દવાખાને લય ગયેલ.
ધંધુકા ખોડીયાર નગર સોસાયટી માં રોડ વચ્ચેથી પસાર થતી ભૂગર્ભ ગટર યોજનાના ઢાંકણ સાવ તકલાદી બેસાડવામાં આવ્યા હોય ઢાંકણાઓ પૈકી દર પંદર દિવસે એકાદ ઢાંકણું તૂટતું હોય છે. બાબતે નગર પાલિકા યોગ્ય ધ્યાન આપી મુખ્ય રસ્તાના ગટર પરના ઢાંકણા લોખંડના બેસાડી સમસ્યાનું નિરાકરણ કરે આવી માંગ ઉભી થઇ છે.
ધંધુકા ની ખોડીયાર નગર સોસાયટીમાં રસ્તાની વચ્ચેથી પસાર થાય છે. ભૂગર્ભ ગટર યોજના અન્વયે ગટર પર જુદાજુદા ઠેકાણે ઢાંકણા ગોઠવવામાં આવ્યા છે. ઢાંકણાઓ સાવ તકલાદી કક્ષાના બેસાડવામાં આવ્યા હોય અવારનવાર તૂટી જાય છે. મુખ્ય રસ્તા પર દર પંદર- પંદર દિવસે એક ઢાંકણું તૂટેલી સ્થિતિમાં જોવા મળે છે. હાલમાં પણ ઘણી સોસાયટીઓમાં રસ્તા પર ગટર ના ઢાંકણા તૂટેલી સ્થિતિ ઓમાં જોવાં મળતા હોય છે.આ ઢાંકણા પાસેથી પસાર થતા વાહનો સાઈડ થઇને પસાર થઇ રહ્યા છે. સ્થળે અકસ્માતની સંભાવના પણ ઘણી વધારે છે. ખાસ કરીને રાત્રીના સમયે પસાર થતા વાહનચાલકોના અકસ્માતનો ભોગ બનવાની શક્યતા છે.
સોસાયટી ના લોકો ની એવી માંગ છે કે વરસાદ ની સીઝન માં નગરપાલિકા આને તાત્કાલિક રીપેર કરે.
રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.