રાણપુર તાલુકાના ખેડૂતપુત્ર - મથુરભાઈ પ્રાકૃતિક કૃષિ અંતર્ગત પંચસ્તરીય મોડલ બનાવીને અન્ય ખેડૂતો માટે બન્યા રોલ મોડલ - At This Time

રાણપુર તાલુકાના ખેડૂતપુત્ર – મથુરભાઈ પ્રાકૃતિક કૃષિ અંતર્ગત પંચસ્તરીય મોડલ બનાવીને અન્ય ખેડૂતો માટે બન્યા રોલ મોડલ


બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારી સહિતના મહાનુભાવોએ મુલાકાત લઈ પંચસ્તરીય મોડલ અંગે માર્ગદર્શન આપ્યું

ગુજરાત રાજ્યમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રીનાં માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક કૃષિ અભિયાન હવે વેગ પકડી રહ્યું છે જેના ભાગ રૂપે બોટાદ જિલ્લામાં પણ મોટાભાગનાં ખેડૂતો પ્રાકૃતિક કૃષિમાં વિવિધ યોજનાઓ અને નવતર પ્રયોગોથી પ્રગતિના માર્ગે જઈ રહ્યાં છે આ ઉપરાંત બોટાદ જિલ્લાના ખેતીવાડી વિભાગ અને બાગાયત વિભાગ દ્વારા પણ બોટાદ તેમજ અન્ય તાલુકા અને ગામડાંઓમા તાલીમ શિબિર અને સહાયક યોજનાઓના માર્ગદર્શનથી ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યાં છે જેમાં વાત કરીએ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાની, તો રાણપુર ગામે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતપુત્ર મથુરભાઈ મેટાલિયા કે જેઓએ પ્રાકૃતિક કૃષિ અંતર્ગત પંચસ્તરીય મોડલ ફાર્મ બનાવ્યું છે જેની જિલ્લા ખેતીવાડી અધિકારી બલદાણીયા, મદદનીશ ખેતી નિયામક વાળા, વિસ્તરણ અધિકારી અને ગ્રામસેવક સહિતના અધિકારીઓ દ્વારા મુલાકાત કરવામાં આવી હતી. જે દરમિયાન તમામ અધિકારીઓ દ્વારા ખેડૂતપુત્ર મથુરભાઈને તાંત્રિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું પ્રાકૃતિક કૃષિ અંતર્ગત મળતા વિવિધ યોજનાકીય લાભો તેમજ ખેતીમાં કામ આવતા મશીન અને ઓજારો પર મળતી સબસિડી વિશે પણ માહિતગાર કરવામાં આવ્યાં હતાં આ ઉપરાંત ખેતરમાં બનાવેલા પંચસ્તરીય મોડલ વિશે પણ મહત્વની જાણકારી આપી હતી બોટાદ જિલ્લાનાં ખેડૂતો મા ધરતીના પોષણ તથા રક્ષણ માટે એકજૂટ થઇને પ્રાકૃતિક કૃષિ અપનાવી રહ્યા છે જેનાં કારણે જમીનની ફળદ્રુપતામાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે લોકોને સ્વાસ્થ્યપ્રદ જીવન અપાવવા પ્રત્યેક ખેડૂત પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે વિવિધ યોજનાકીય સહાય પણ આપવામાં આવી રહી છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.